Gujarati News

Gujarati News

News of Wednesday, 24th November 2021

અમદાવાદમાં 700 TRB જવાનને છૂટા કરાયા:ગેરવર્તણૂક અને ભ્રષ્ટાચાર મુદ્દે કાર્યવાહી :નવા 700 જવાન 3 વર્ષ માટે ભરતી કરાશે

ટ્રાફિક પોલીસમાં ભ્રષ્ટચાર તેમજ ગેરવર્તણૂક રોકવા માટે અમદાવાદ ટ્રાફિક પોલીસનો ઐતિહાસિક નિર્ણય

અમદાવાદમાં 700 TRB જવાનને છૂટા કરાયા છે. જેમાં તેમની ગેરવર્તણૂક અને ભ્રષ્ટાચાર મુદ્દે કાર્યવાહી કરાઈ છે.તથા નવા 700 જવાનની 3 વર્ષ માટે ભરતી કરાશે. ટ્રાફિક પોલીસમાં ભ્રષ્ટચાર તેમજ ગેરવર્તણૂક રોકવા માટે અમદાવાદ ટ્રાફિક પોલીસનો આ ઐતિહાસિક નિર્ણય છે. જેમાં ગેરવર્તણૂક કે ભ્રષ્ટાચારમાં સંકળાયેલ TRB જવાનનો સફાયો થયો છે.

  અત્રે ઉલ્લેખનિય છે કે 700 જેટલા TRB જવાનો જેમની સામે ગેરવર્તણૂક ગેરીરીતિની ફરિયાદ હતી તેમને છુટા કરાયા છે. તથા નવા 700 જેટલી TRB ની ભરતી કરાશે. તેમજ 3 વર્ષ માટે કોન્ટ્રાકટથી ભરતી કરવામાં આવશે. તેમજ નવા ભરતી થનાર TRB જવાનો લોકો સાથે શાંતિપૂર્ણ વ્યવહાર, સોફ્ટ સ્કિલ, સિગ્નલ સહિતની માહિતી માટે ટ્રેનિંગ આપવામાં આવશે

ટ્રાફિક પોલીસમાં ભ્રષ્ટચાર તેમ જ ગેરવર્તંણૂક રોકવા માટે અમદાવાદ ટ્રાફિક પોલીસે એક ઐતિહાસિક નિર્ણય લીધો છે. ગેરવર્તણૂક કે ભ્રષ્ટાચારમા સંકળાયેલ 700 TRB જવાનોનો સફાયો કરી નાંખવામાં આવ્યો છે. એટલે કે 700 જેટલા TRB જવાનો કે જેમની સામે ગેરવર્તણૂક, ગેરરીતિની ફરિયાદ હતી. જેના કારણે તેમને તાત્કાલિક ધોરણે છુટા કરાયા છે. જેના કારણે આગામી સમયમાં 3 વર્ષના કોન્ટ્રાક્ટના આધારે 700 TRB જવાનની ભરતી કરાશે.

તાજેતરમાં લોકો દ્વારા TRB જવાન વિરુદ્ધ ખૂબ ફરિયાદો વધી ગઇ હતી. જેમાં સામાન્ય નાગરિકોને રસ્તા પર અમુક TRB જવાન તોડપાણી કરતા હતા. જેની ફરિયાદ ઉચ્ચ અધિકારીઓ સુધી જતા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

(3:37 pm IST)