Gujarati News

Gujarati News

News of Wednesday, 24th November 2021

અમદાવાદના નવરંગપુરા મહિલા પોલીસ કર્મચારીનો વીડિયો સોશ્‍યલ મીડિયામાં વાયરલ કરનાર સામે પોલીસ ફરિયાદઃ માધુપુરા પોલીસે હસમુખ સકસેના વિરૂદ્ધ ફરિયાદ નોંધી

ગ્રેડ પે આંદોલન માટે ઉશ્‍કેરણીજનક શબ્‍દોનો ઉપયોગ કરાયો હતો

અમદાવાદ: સમગ્ર રાજ્યમાં પોલીસના ગ્રે પે આંદોલનએ સરકારને પણ વિચારવા મજબૂર કરી નાખી હતી. સોશિયલ મીડિયામાં પણ પોલીસના ગ્રે પે આંદોલનએ ભારે જોર પકડ્યું હતું, જેના કારણે સરકાર દ્વારા એક કમિટીનું પણ નિર્માણ કર્યું હતું. જેમાં પોલીસ કર્મીઓના પડતર પ્રશ્ન અને માંગણીઓને લઇને કાર્યવાહી ચાલી રહી છે. સોશિયલ મીડિયામાં જ્યારે આ પોલીસ ગ્રેડ પે આંદોલન ચાલી રહ્યું હતું, ત્યારે અમદાવાદના અમુક પોલીસ કર્મીઓ દ્વારા પોતાના સોશિયલ મીડિયાના એકાઉન્ટમાં પોલીસ ગ્રેડ પે મામલે લખાણ મુક્યા હતા. જેના કારણે અમુક પોલીસ કર્મીને પોલીસ હેડક્વાર્ટર ખાતેના K કંપની ખાતે બદલીઓ કરવામાં આવી હતી.

જેમાં નવરંગપુરા પોલીસ સ્ટેશનના મહિલા પોલીસકર્મી નીલમ બહેનની પણ બદલી કરવામાં આવી હતી. ત્યારે ગઈ રાત્રે (મંગળવારે) નીલમ બેન પોલીસ હેડક્વાર્ટર ખાતે પોતાની ફરજ પર હાજર હતા, ત્યારે હસમુખ સક્સેના નામના વ્યક્તિ સાથનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ હતો. જે મામલે માધુપુરા પોલીસે હસમુખ સક્સેના વિરુદ્ધ ફરિયાદ નોંધી છે.

ફરિયાદની વિગતોની વાત કરવામાં આવે તો હસમુખ સક્સેના નામના વ્યક્તિ રાત્રે 1 વગ્યા બાદ મહિલા પોલીસકર્મી નીલમ બહેન હાજર હતા, ત્યારે તેમની સાથેનો એક વીડિયો બનાવ્યો હતો. જેમાં પોલીસ કર્મીઓને આંદોલન માટે ઉશ્કેરણી કરતા શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, સાથે જ હસમુખ સક્સેનાએ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા બગડે એ ચીમકીઓ પણ ઉપચારી હોવાનું વીડિયોમાં જણાઈ આવતા ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(4:37 pm IST)