Gujarati News

Gujarati News

News of Wednesday, 24th November 2021

ભિલોડા તાલુકાના મોટાકંથારિયા ગામે બાઈક લઈને જતા ખેડૂતને બે કુટુંબી સગાઓએ આંતરી પથ્થર વડે માર મારતા પોલીસ ફરિયાદ

ભિલોડા:તાલુકાના મોટાકંથારીયા ગામે બાઈક લઈ જતાં યુવક ખેડૂતને તેના બે કુટુંબી સગાઓએ રસ્તામાં આંતરી,ગળદાપાટુ અને પથ્થર વડે માર મારી ઈજાઓ પહોંચાડતાં ચકચાર મચી હતી. જુની અદાવતમાં કરાયેલ આ હુમલા પ્રકરણે શામળાજી પોલીસ સ્ટેશને  ફરીયાદ કરાતાં જ બે આરોપી ઈસમો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરાઈ હતી.

દરમ્યાન રસ્તામાં આ યુવકને આંતરી તેમના ગામના અને કુંટુંબી સગા બે શખ્સોએ આ બાઈક ચાલક યુવકને આંતરી લીધો હતો અને રસ્તામાં જ અટકાવી તે અગાઉ અમારા ઘર પાસે તારા ખેતરમાં કચરો કેમ સળગાવ્યો હતો ? એમ કહી આ અદાવતમાં આ બાઈક ચાલક યુવકને નીચે પાડી દઈ ગળદાપાટુનો માર માર્યો હતો.આ યુવક ખેડૂત સાથે રહેલા કલર કામના કારીગરોને પણ આ હુમલાખોરોએ  ધમકાવી ભગાડી મૂકયા હતા.અને આ બાઈક ચાલક યુવકને નીચે પાડી દઈ ગળદાપાટુનો અને હાથમાં પથ્થર લઈ માથાના ભાગે માર મારી ઈજાઓ પહોંચાડી હતી.

 

(5:33 pm IST)