Gujarati News

Gujarati News

News of Wednesday, 24th November 2021

ગાંધીનગર:વડોદરા પાટિયા નજીકથી પોલીસે દારૂ ભરેલ કાર ઝડપી 2 લાખનો મુદામાલ જપ્ત કર્યો

ગાંધીનગર જિલ્લામાં દેશી વિદેશી દારૃની હેરાફેરી અને વેચાણ અટકાવવા પોલીસ દોડી રહી છે ત્યારે ડભોડા પોલીસે દહેગામ નરોડા હાઈવે ઉપર વડોદરા પાટીયા પાસેથી વિદેશી દારૃ ભરેલી કાર ઝડપી લીધી હતી અને તેમાંથી ૧૦૫૬ બોટલો સાથે રાજસ્થાનના બે શખ્સોને ઝડપી લીધા હતા. દારૃનો જથ્થો કયાંથી લવાયો હતો અને કોને આપવાનો હતો તે જાણવા મથામણ શરૃ કરાઈ હતી. પોલીસે કુલ ર.૦૯ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.   

રાજયમાં દારૃબંધી હોવાછતાં પરપ્રાંતમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૃનો જથ્થો ઘુસાડવામાં આવતો હોય છે. ત્યારે ગાંધીનગર જિલ્લા પોલીસ દ્વારા બાતમીદારોને સક્રિય કરીને દારૃ ભરીને જતાં વાહનોને પકડવામાં આવી રહયા છે ત્યારે ડભોડા પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી મળી હતી કે ઉંટડીયા મહાદેવ તરફથી જીજે-૦૮-આર-૦૪૬૦ નંબરની કારમાં વિદેશી દારૃનો જથ્થો ભરેલો છે અને તે કાર વાસણા રાઠોડના અંદરના રસ્તેથી વડોદરા પાટીયા થઈ અમદાવાદ જવાની છે. આ બાતમીના પગલે વડોદરા પાસે પોલીસ ટીમે વોચ ગોઠવી હતી અને બાતમીવાળી કાર આવતાં તેને ઉભી રાખી હતી અને તેમાં તપાસ કરતાં વિદેશી દારૃની ૧૦૫૬ બોટલ મળી આવી હતી. પોલીસે કારમાં સવાર મિતેશકુમાર શંભુલાલ મીણા રહે.રોબીયા તા.ખેરવાડા, રાજસ્થાન અને સુનિલ રમેશભાઈ ડામોર રહે.બરોટી, બિચ્છુવાડા રાજસ્થાનને ઝડપી લીધા હતા. કાર અને દારૃ મળી ર.૦૯ લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. આ દારૃનો જથ્થો કોણે ભરી આપ્યો હતો અને કોને આપવાનો હતો તે જાણવા પોલીસે મથામણ શરૃ કરી છે.

(5:34 pm IST)