Gujarati News

Gujarati News

News of Wednesday, 24th November 2021

કઠલાલમાં સ્થાનિક પોલીસે ચાર અલગ અલગ જગ્યાએ દરોડા પાડી 6 શખ્સોને દારૂના જથ્થા સાથે ઝડપી પાડયા

નડિયાદ : કઠલાલ સ્થાનિક પોલીસે ચાર  અલગ અલગ જગ્યાઓ પરથી લાખો રૂપિયાનો દેશી-વિદેશી દારૂ ઝડપી પાડયો  છે. કઠલાલના કાકારખાડ ગામના વેજલિયા વિસ્તારના ચાર અલગ અલગ સ્થળે રેડ કરી હતી.જેમાં બે સ્થળેથી વિદેશી દારૂ અને અન્ય બે સ્થળેથી દેશી દારૂ ઝડપી પાડયો છે. આ ચારેય બનાવોમાં કુલ-૬ વ્યક્તિઓ વિરુધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જો કે આ છએ વ્યક્તિઓ પોલીસ ટીમને થાપ આપી ફરાર થવામાં સફળ રહ્યા હતા. કઠલાલના ફાગવેલના સરાકારી દવાખાનામા ધાબા પરથી ઝડપાયેલ વિદેશી દારૂ પ્રકરણની શાહી સુકાઇ નથી ત્યા ફરી મસમોટો દારૂ ઝડપાતા ચકચાર મચી છે.

કઠલાલ પોલીસની ટીમે  બાતમી આધારિત  સ્થળે રેડ કરી હતી. બાતમી આધારિત સ્થળની તલાસી લેતા મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસ ટીમે કુલ રૂા.૩,૪૯,૪૦૦ નો મૂદ્દામાલ જપ્ત કર્યો હતો. જ્યારે મહેન્દ્રસિંહ ઉર્ફે નાનો ભયો ઘેલસિંહ ડાભી, દિલીપસિંહ ઉર્ફે મોટો ઘેલસિંહ ડાભી અને એક અજાણ્યો વ્યક્તિ પોલીસ ટીમને થાપ આપી ફરાર થવામાં સફળ રહ્યા હતા.

 

(5:35 pm IST)