Gujarati News

Gujarati News

News of Wednesday, 24th November 2021

ઘરમાં ઘુસી એક સંતાનની માતાને શારીરિક સંબંધ બાંધવા મજબુર કરનાર નરાધમ વિરુદ્ધ ગુનો દાખલ

વડોદરા :નજીકના એક ગામમાં બે સંતાનની માતા ઘેર એકલી હોય અને પતિ કામ માટે બહાર હોય ત્યારે શેરખી ગામમાં દલપતનગર ખાતે રહેતો રાજ ચન્દ્રસિંહ ગોહિલ અચાનક આવીને મહિલાનો હાથ પકડી પોતાની સાથે પ્રેમસંબંધ રાખવા દબાણ કરતો હતો. 

 છેલ્લા ત્રણ માસથી રાજની હરકતોથી કંટાળી મહિલાએ રાજને મારવાની ધમકી આપી હતી પરંતુ રાજ મહિલાને હેરાન કરતો હતો. સવારે રાજ મહિલાના ઘર પાસે જઈ બદનામ કરવાની ધમકી આપી મોટે મોટેથી અપશબ્દો બોલતો હતો. આ અંગે મહિલાએ રાજ ગોહિલ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

 

(5:37 pm IST)