Gujarati News

Gujarati News

News of Wednesday, 24th November 2021

વડોદરાની જેલમાં ચાર કેદીઓ દ્વારા શિસ્ત -સલામતી ન રાખવામાં આવતા જેલરે નોંધાવી ફરિયાદ

વડોદરા:જેલમાં કાચા કામના ચાર કેદીઓ દ્વારા શિસ્ત અને સલામતી ડહોળાય તેવું કૃત્ય કરવામાં આવતા જેલરે તેમની સામે રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

વડોદરા મધ્યસ્થ જેલના જેલર પી.પી.પાંડોરે રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે,જેલમાં કેદીઓની શિસ્ત અને સલામતીને ધ્યાનમાં રાખીને સમયાંતરે બેરેક બદલવામાં આવે છે.ગત તા.૨૧ મી એ કાચા કામના આરોપીની બેરેક બદલી કરવા માટે જનરલ સૂબેદાર અને અન્ય કર્મચારીઓ ગયા હતા.પરંતુ,કેદીઓ એક જૂથ થઇને બેરેક નહી બદલવા માટે રજૂઆત કરી હતી.રવિવારે રજાનો દિવસ હોય અધિકારીઓ અને કર્મચારીઓ રજા  પર હતા.જેથી,બીજે દિવસે તા.૨૨ મી ના રોજ જેલ અધિક્ષકના રૃટિન રાઉન્ડમાં મુખ્ય તબીબી અધિકાર પી.પી.પાંડોર,વેલફેર ઓફિસર મહેશ રાઠોડ,લો ઓફિસર રણજીતસિંહ સીંધા પણ સામેલ હતા.યાર્ડ નંબર-૮ ખાતે રાઉન્ડ લેતા કાચા કામના કેદીઓ (૧) વિજય ભીખાભાઇ જાદવ (૨)અતુલ વિઠ્ઠલભાઇ ભંડેરી (૩) અશોક ઉર્ફ ેડોક્ટર રમણભાઇ સોલંકી (૪)હૈદરઅલી રફીકશા દિવાને મોટેથી બૂમો  પાડીને યાર્ડના અન્ય કેદીઓને જેલ સ્ટાફ વિરૃદ્ધ ઉશ્કેર્યા હતા.જેલ સ્ટાફને ગાળો બોલી જેલ શિસ્ત અને સલામતીને ડહોળવાનો  પ્રયાસ કર્યો હતો.જેલની શિસ્ત અને સલામતી ના ડહોળાય તે માટે રૃટિન રાઉન્ડ અધવચ્ચેથી જ પડતો મુકી દેવામાં આવ્યો હતો.

 

(5:37 pm IST)