Gujarati News

Gujarati News

News of Wednesday, 24th November 2021

વડોદરાના બાજવા વિસ્તારમા ગાયે યુવાનને શીંગડે લઇ પછાડતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત

વડોદરા: શહેરમાં રખડતા ઢોરને કારણે અવારનવાર ઇજા પહોંચતી હોય છે.કેટલાક કિસ્સામાં ઇજાગ્રસ્તોને જીવ પણ ગુમાવવો  પડતો હોય છે.બાજવા બસ સ્ટેશનની સામે રહેતો ૪૦ વર્ષનો અજીત વિઠ્ઠલભાઇ વસાવા ગઇકાલે રાતે નજીકમાં આવેલી દુકાનમાં ગયો હતો.તે દરમિયાન કાળા રંગની એક ગાયે તેને શિંગડે ભેરવીને હવામાં ઉછાળ્યો હતો.જમીન  પર  પટકાયેલા અજીતને ઇજા થતા તે પડી ગયો હતો.તેના મિત્રોને બનાવની જાણ થતા તેઓ સ્થળ પર ગયા હતા.અને ઇજાગ્રસ્ત અજીતને ઘરે લઇ ગયા હતા.બાજવા સ્ટેશનની સામે રહેતા ૪૦ વર્ષના યુવાનને ગઇકાલે રાતે એક ગાયે શિંગડે ભેરવીને પછાડતા ઇજા થઇ હતી.તેના મિત્રોને જાણ થતા તેઓ યુવાનને ઘરે લઇ આવ્યા હતા. સવારે અજીતને છાતીમાં દુખાવો થતા તેનો મિત્ર તેેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ ગયો હતો.જ્યાં તે સારવાર હેઠળ છે.

(5:38 pm IST)