Gujarati News

Gujarati News

News of Wednesday, 24th November 2021

અમદાવાદમાં રિક્ષામાં બેઠેલા મહિલાના ગળામાંથી સોનાના ચેઈન અને પેન્ડલ લઈને ત્રણ શખ્શો ફરાર

રિક્ષા ડ્રાઈવર સહિત રિક્ષામાં પાછળની સીટ પર બેઠેલા ત્રણ શખ્સો વિરૂદ્ધ બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ

અમદાવાદ: શહેરમાં ગુનાઓના કિસ્સાઓ દિવસે દિવસે સતત વધી રહ્યાં છે ત્યારે વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં રિક્ષામાં બેઠેલા ત્રણ શખ્સોએ એક મહિલાના ગળામાંથી સોનાની ચેઈન અને પેન્ડલ લઈ ફરાર થઈ ગયા હતા. આ અંગે મહિલાએ બાપુનગર પોલીસ સ્ટેશનમાં રિક્ષા ચાલક સહિત ત્રણ શખ્સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

આ બનાવની મળતી માહિતી પ્રમાણે, શહેરના બાપુનગર વિસ્તારમાં ભક્તિનગર પાસે મહિલા દરરોજ ફિઝિયોથેરાપીમાં જાય છે. ત્યારે આજે તે ફિઝિયોથેરાપીમાંથી પોતાના ઘરે જવા માટે નીકળી હતી. ઘરે જવા માટે તેણીએ એક રીક્ષા રોકી હતી અને તેમાં બેસી ગઈ હતી. જો કે, આ રીક્ષામાં ત્રણ લોકો પણ સવાર હતા. જેમની ઉંમર આશરે 30 વર્ષ જેટલી હતી.

રીક્ષામાં સવાર મહિલાના ગળામાંથી આરોપીઓએ 12 ગ્રામની સોનાની ચેઈન અને ગણપતિની ડિઝાઈન વાળું 2 ગ્રામનું પેન્ડલ રિક્ષા ડ્રાઈવર લઈ આ ત્રણ યુવાનો ફરાર થઈ ગયા હતા. આ અંગે રિક્ષા ડ્રાઈવર સહિત રિક્ષામાં પાછળની સીટ પર બેઠેલા ત્રણ શખ્સો વિરૂદ્ધ બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

(6:49 pm IST)