Gujarati News

Gujarati News

News of Wednesday, 24th November 2021

અમદાવાદ જીલ્લાના તમામ આરોગ્ય કર્મચારીઓને વાહકજન્ય રોગ નિયંત્રણની તાલીમ અપાશે

બુધવારે તાલીમમાં અધિક નિયામક, આરડીડી, સીડીએચઓ, ડીએમઓ સહિતના અધીકારીઓએ વિગતવાર માર્ગદર્શન આપ્યુ

(વંદના નીલકંઠ વાસુકિયા) વિરમગામ : રાષ્ટ્રીય વાહકજન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત 2022 સુધી ગુજરાત અને 2030 સુધીમા સંપૂર્ણ ભારત મેલેરિયા મુક્ત બને તેવા ઉદેશ્ય સાથે અમદાવાદ જિલ્લા પંચાયત સંલગ્ન મેલેરિયા શાખા દ્વારા અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી ડૉ.અનિલ ધામેલિયા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.શૈલેષ પરમારના માર્ગદર્શન મુજબ અમદાવાદ જીલ્લામાં ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. વર્ષ ૨૦૨૨માં મેલેરીયા એલિમિનેશન કરવાનું હોવાથી અમદાવાદ જિલ્લાના તમામ સ્ટાફ ને મલેરિયા અને અન્ય વાહક જન્ય રોગના અટકાવવા માટે મપહેવ, ફિહેવ, સીએચઓ, ડોક્ટર ને તાલીમ આપી સંપૂર્ણ સજ્જ કરવામાં આવી રહ્યા છે. અમદાવાદ ખાતે તાલીમમાં બુધવારે અધિક નિયામક ડૉ.નીલમ પટેલ, આરડીડી જી સી પટેલ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.શૈલેષ પરમાર દ્વારા વાહકજન્ય રોગ અટકાયત માટે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ. આ ઉપરાંત એએલએમ, સર્વે, આઇઆરએસ, આઇઇસી, પીપીપી વિશે સમજ આપવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે, કોઈ પણ તાવ મલેરિયા હોય શકે છે  એટલે તાવ આવે તો આરોગ્ય કાર્યકર અથવા તો નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર જઈને લોહીની તપાસ   કરાવવી જોઈએ. પાણીના પાત્રો હવાચુસ્ત ઢાંકણથી ઢાકીને રાખવા જોઇએ. આપને આવેલ તાવ મેલેરિયા કે ડેન્ગ્યુ હોઇ શકે છે એટલે વહેલી તકે આરોગ્ય કર્મચારીનો સંપર્ક કરવો. આપના ઘરમાં કે ઘરની આજુબાજુ પાણી ભરેલા પાત્રોનો કાયમી નિકાલ કરવો. જેથી મચ્છર જન્યરોગને આપણે સાથે મળીને અટકાવી શકીએ તેમ જિલ્લા મેલેરીયા અધિકારી નરેન્દ્ર સિંહ રાઠોડે જણાવ્યું હતું.

(6:51 pm IST)