Gujarati News

Gujarati News

News of Wednesday, 24th November 2021

૧૧.૪૯ કરોડના કામોની દરખાસ્તને સ્વર્ણિમ જયંતિ મુખ્ય મંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ સૈધ્ધાંતિક મંજુરી

વિરમગામ નગરપાલિકા ખાતે ફટાકડા ફોડી ભાજપ દ્વારા ખુશી વ્યક્ત કરવામાં આવી

(વંદના નીલકંઠ વાસુકિયા) વિરમગામ : વિરમગામ નગરપાલિકા વિસ્તારમાં હયાત જૂની ભુગર્ભ ગટર લાઇનો વારંવાર ચોકઅપ થવાના કારણે ઘરગથ્થુ ગંદા પાણી ઉભરાવવાના પ્રશ્નો આવતા હોઇ વિરમગામ નગરપાલિકા દ્વારા હયાત યોજનાને સુદૃઢ બનાવવા ગુજરાત શહેરી વિકાસ કંપની તથા પ્રાદેશિક કમિશ્નરની કચેરી મારફત રજૂઆત કરવામાં આવેલ . આ રજુઆત પરત્વે રજુ થયેલ દરખાસ્તને સૈધ્ધાંતિક મંજુરી સારુ સરકારશ્રીમાં રજુ કરવામાં આવેલ હતી. જે રૂ .૧૧.૪૯ કરોડના કામોની દરખાસ્તને સ્વર્ણિમ જયંતિ મુખ્ય મંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ શરતો સાથે સુધારેલ સૈધ્ધાંતિક મંજુરી આપવાની શરતે સરકારશ્રી દ્વારા સમાંનાકી ફાઈલ પર સ્વીકાર કરવામાં આવેલ છે. વિરમગામ નગરપાલિકા ખાતે ફટાકડા ફોડી ભાજપ દ્વારા ખુશી વ્યક્ત કરવામાં આવી હતી. વિરમગામ નગરપાલિકાના પ્રમુખ ચેતનભાઇ રાઠોડ,  ઉપપ્રમુખ દિપાબેન ઠકકર, હિતેશભાઇ મુનસરા, મિલનભાઇ ઠક્કર સહીતના કાઉન્સીલરો, ભાજપના હોદ્દેદારો કાર્યકરો દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, શહેરી વિકાસ મંત્રી વિનોદભાઈ મોરડીયા અને અમદાવાદ જિલ્લા ભાજપ પ્રમુખ હર્ષદગીરી ગોસ્વામીનો આભાર માનવામાં આવ્યો હતો.

(6:52 pm IST)