Gujarati News

Gujarati News

News of Wednesday, 24th November 2021

અમદાવાદમાં સ્કુલ રિક્ષા અને વાનના ભાડામાં વધારો કરાશે : સ્કુલ વર્ધી રિક્ષા એસો.નો નિર્ણય

વાલીઓના માથે વધુ એક બોજ પડશે. : સ્કૂલ રિક્ષાના ભાડામાં 100 રુપિયા અને વાનના ભાડામાં 200 રુપિયાનો વધારો થશે

અમદાવાદ સ્કુલ વર્ધી રિક્ષા એસોસિએશને સ્કુલ રિક્ષા અને વાનના ભાડામાં વધારો કરવાની જાહેરાત કરતા વાલીઓના માથે વધુ એક બોજ પડશે. રિક્ષાના ભાડામાં 100 રુપિયા અને વાનના ભાડામાં 200 રુપિયાનો વધારો કરવાની જાહેરાત કરી છે.

અમદાવાદમાં વાલીઓના માથે વધુ એક બોઝ આવશે. શહેરના રિક્ષા એસોસિએશન દ્વારા ભાડામાં વધારો કરવાની જાહેરાત કરતા વાલીઓમાં ચિંતા જોવા મળી રહી છે. નવા શૈક્ષણિક વર્ષથી સ્કૂલ અને રિક્ષા માટે મહત્તમ ભાડું 550થી વધારી 650 કરવામાં આવશે અને સ્કૂલવાનનું ભાડું પ્રતિમાસ 850ની જગ્યાએ 1000 કરવામાં આવશે. જો સ્કૂલ એક કિલોમીટરની અંદર હોય તો તેના માટે રિક્ષાનું મહત્તમ ભાડું રૂપિયા 650 લેવામાં આવશે, જ્યારે સ્કૂલવાનનું ભાડું પ્રતિમાસ 1000 લેવામાં આવશે.

21 નવેમ્બરે રાજ્ય સરકારે પ્રાથમિક સ્કૂલોના ભૂલકાઓના શિક્ષણ માટે મહત્વનો નિર્ણય લેતાં 22 નવેમ્બરથી રાજ્યભરમાં સરકારી અને ખાનગી પ્રાથમિક સ્કૂલોના ધો. 1 થી 5ના પ્રત્યક્ષ શિક્ષણકાર્ય-ઓફલાઈન વર્ગો શરૂ કરવાનો નિર્ણય કર્યો હતો. જો કે હાજરી મરજીયાત રાખવામાં આવી છે. સ્કૂલોમાં કોરોનાની ગાઇડલાઈનનું પાલન કરવું પડશે. તેમજ ઓફલાઇન વર્ગો માટે વાલીઓએ સંમતિ પત્રક આપવું પડશે.

 
(7:32 pm IST)