Gujarati News

Gujarati News

News of Thursday, 24th November 2022

ભાજપે શીસ્તનો કોરડો વીંઝ્યો :સાંસદ ભરતસિંહ ડાભીના ભાઈ રામસિંહ ઠાકોરને સસ્પેન્ડ કરાયા

ભાજપ સામે અપક્ષ ચૂંટણી લડતા ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે રામસિંહ ઠાકોર સામે કાર્યવાહી કરી

અમદાવાદ : ભાજપના બળવાખોરો સામે પાર્ટીએ શીસ્તનો કોરડો વીંઝ્યો છે બળવાખોર રામસિંહ ઠાકોરને ભાજપમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.  સાંસદ ભરતસિંહ ડાભીના ભાઈ રામસિંહ ઠાકોર સસ્પેન્ડ થયા છે. ભાજપ સામે અપક્ષ ચૂંટણી લડતા રામસિંહને  સસ્પેન્ડ કરાયા હોવાની વિગત સામે આવી છે. ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે રામસિંહ ઠાકોર સામે કાર્યવાહી કરી છે. ખેરાલુથી ભાજપની ટિકિટ નહીં મળતા રામસિંહ ઠાકોર નારાજ થયા હતા.

(11:55 pm IST)