Gujarati News

Gujarati News

News of Thursday, 24th November 2022

પીએમ મોદીની સવારે 10 વાગે પાલનપુર, બપોરે 12.15 વાગે મોડાસા, બપોરે 1.45 વાગે દહેગામ અને બપોરે 3.00 વાગે બાવળામાં જન સભા

વડાપ્રધાનના આગમનને લઈ દહેગામ શહેર તથા તાલુકા ભાજપ દ્વારા તડામાંર તૈયારીઓ

અમદાવાદ :  ગુજરાત વિધાનસભા ચૂંટણીનો માહોલ જામ્યો છે. ભાજપે સ્ટાર પ્રચારકોની ગુજરાતમાં ફોજ ઉતારી છે. વડાપ્રધાન મોદી સહિતના ભાજપના દિગ્ગજો આજે જનસભા થકી ગુજરાત ગજવશે. જેમાં પીએમ મોદી ગુરુવારે ચાર સભાને સંબોધશે, જેમાં પીએમ મોદી સવારે 10 વાગે પાલનપુર, બપોરે 12.15 વાગે મોડાસા, બપોરે 1.45 વાગે દહેગામ અને બપોરે 3.00 વાગે બાવળામાં જાહેર સભાને સંબોધિત કરશે.

ગાંધીનગર જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકના ઉમેદવારોની ચૂંટણી પ્રચાર અર્થે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દહેગામના ગાંધીનગર રોડ પર રાજભવન હિલ્સ પાસેના મેદાનમાં બપોરે 1:00 વાગે આવવાના છે. વડાપ્રધાનના આગમનને લઈ દહેગામ શહેર તથા તાલુકા ભાજપ દ્વારા તડામાંર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

(9:42 am IST)