Gujarati News

Gujarati News

News of Thursday, 24th December 2020

મહિલાએ સંબંધ તોડતા પુરૂષે ૧૫ લાફા માર્યા

અમદાવાદ,તા. ૨૪:  ૨૪ વર્ષની મહિલાએ ફરિયાદ કરી છે કે તેના પ્રેમી સાથે સંબંધ યથાવત્ ન રાખતા તેને ૧૫ લાફા માર્યા હતા. પોલીસના કહેવા પ્રમાણે આ મહિલા એક સરકાર હસ્તક બેન્કની નરોડા બ્રાન્ચમાં કલાર્ક તરીકે કામ કરે છે.

એક મહિલા તાનીયા (નામ બદલ્યું છે) રાજસ્થાનના ગંગાનગરની છે, જે શશીબાગમાં રહે છે. તેણે સાબરમતિ રિવરફ્રન્ટ (ઈસ્ટ) પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, તે બસ સ્ટેન્ડમાં બસની રાહ જોતી હતી તે સમયે તેનો ભૂતપૂર્વ પ્રેમી યશવંત રાણા (૩૪) આવ્યો, જે ગાંધીનગરનો રહેવાસી છે.

રાણાની મોટરસાયકલમાં બેસીને તે રિવરફ્રન્ટના ઈસ્ટર્ન પાર્ટમાં રિવફ્રન્ટના ગાર્ડનના ગેટ નંબર-૨માં પહોંચી હતી. રાણા સાથે તેણે વાતચીત કરી કે શા માટે તે ફોન ઉપાડતી નથી. વાત આગળ વધતા રાણાએ તેની મારપીટ કરી હતી.

તાનિયાએ આરોપ મૂકયો છે કે રાણાએ તેને ૧૫ લાફા માર્યા છે, તેમ જ મારી નાખવાની ધમકી પણ આપી છે. રાણાએ તાનિયાને તેના ઘર પાસે મૂકી જે પછી તાનિયા પોલીસ કમિશનરની ઓફિસમાં પહોંચી અને રિવરફ્રન્ટ (ઈસ્ટ) પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

(10:01 am IST)