Gujarati News

Gujarati News

News of Thursday, 24th December 2020

અમદાવાદમાં સફાઈ કર્મચારીઓની હડતાળ : ઉગ્ર દેખાવો કરીને સૂત્રોચ્ચાર કર્યા

તમામ કર્મચારીઓ ઝોનલ ઓફિસ આગળ બેસી ગયા: વાહનો પણ રોક્યા

અમદાવાદ :ગઈકાલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઝોનલ ઓફિસમાં એક સફાઇકર્મીએ ઝેરી દવા પીધી હતી. શહેરના બોડકદેવ વિસ્તારમાં આવેલી ઝોનલ ઓફિસમાં આ ઘટના બની હતી. સફાઇકર્મીઓ પોતાના વિવિધ પ્રશ્નો મુદ્દે અહીં રજૂઆત કરવા પહોંચ્યા હતા. અહીં હાજર રહેલા ઉપરી અધિકારી દ્વારા યોગ્ય જવાબ ન આપવા એક સફાઇકર્મીએ ઝેરી દવા પી લીધી હતી. થલતેજના સફાઈકર્મી દ્વારા આત્મહત્યા કરવાના પ્રયાસનો મામલે આજે સમગ્ર શહેરમાં સાફાઈકર્મીઓ હડતાળ પર ઉતરી ગયા છે.

આ હડતાળને મ્યુનિસિપલ નોકર મંડળનો પણ ટેકો આપ્યો છે. બોડકદેવ ઝોનલ ઓફિસે મોટી સંખ્યામાં સફાઈ કર્મચારીઓના એકઠા થયા હતા. તમામ કર્મચારીઓ ઝોનલ ઓફિસ આગળ બેસી ગયા હતા. સાથે જ સફાઈ કર્મચારીઓએ વાહનો પણ રોક્યા હતા. હડતાળમાં કર્મચારીઓ કોવિડ ગાઈડલાઈનનો સરેઆમ ભંગ કરતા જોવા મળ્યા હતા. કર્મચારીઓએ ઉગ્ર દેખાવો કરીને સૂત્રોચ્ચાર કર્યા હતા. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના ડાયરેક્ટર સામે પણ સૂત્રોચ્ચાર કર્યા હતા.

(11:40 am IST)