Gujarati News

Gujarati News

News of Thursday, 24th December 2020

૩૧ ડિસેમ્બર માટે વલસાડમાં ટેમ્પાના ચોરખાનામાં લવાતો દારૂ ઝડપાયોઃ ૩.૮૩ લાખનો મુદામાલ જપ્ત

વલસાડ :31 ડિસેમ્બર એટલે પાર્ટીનો દિવસ. આ વર્ષે કોરોનાને કારણે જાહેરમાં પાર્ટી પર પ્રતિબંધ છે. પરંતુ ગુજરાતમાં ન્યૂ યર પર પુષ્કળ દારૂ પીવાય છે. આવામાં દારૂનું વેચાણ પણ વધી જાય છે. ત્યારે ગુજરાત પોલીસે પહેલેથી જ કમર કસી લીધી છે. દારૂ પર રેડ પાડવાની શરૂઆત કરી છે. 31 ડિસેમ્બર પહેલા ગુજરાતમાં દારૂ ઘુસાડવાના મનસૂબા પર વલસાડ એલસીબીએ પાણી ફેરવ્યું હતું. ટેમ્પોના ચોરખાનામાં લઇ જવાતો દારૂ ઝડપી પાડ્યો છે. વલસાડ એલસીબી પોલીસે છુપી રીતે લઈ જવાતો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે.  

31 મી ડિસેમ્બર આવતા ગુજરાતમાં બૂટલેગરો સક્રિય થઈ જાય છે. બૂટલેગરો દ્વારા ગુજરાતમાં દારૂ ઘૂસાડવાના અવનવા પ્રયાસો કરવામાં આવતા હોય છે. ત્યારે બૂટલેગરોની લગામ કસવા પોલીસે લાલ આંખ કરી છે. આવામાં વલસાડ એલ.સી.બી પોલીસને બાતમી મળી હતી કે, અશોક લેલન ટેમ્પો નંબર GJ 15 XX 6876 ને વલસાડ ધરમપુર ઓવરબ્રિજ નજીક અટકાવી ટેમ્પાની ઝડતી લેતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. બહારથી સામાન્ય દેખાતા ટેમ્પાના અંદર પોલીસે સઘન ચેકિંગ કર્યું હતું. જેમાં સામાન મૂકવાની ખાલી દેખાતી જગ્યામાં ચોર ખાના બુટલેગરોએ બનાવ્યા હતા. 

બુટલેગરોએ 352 નંગ અંગ્રેજી બનાવટનો દારૂ સંતાડી રાખ્યો હતો. ત્યારે પોલીસે આ સમગ્ર મામલે હાલ ટેમ્પા ડ્રાઈવર અને ક્લીનરની ધરપકડ કરી છે. તો 78,800 નો દારૂ અને ટેમ્પાની કિંમત સાથે કુલ રૂપિયા 3,83,800 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. એલસીબી દ્વારા મુદ્દામાલ વાલસાડ શહેર પોલીસને સોંપી તપાસ વલસાડ ગ્રામ્ય પોલીસને સોંપવામાં આવી છે.

(5:53 pm IST)