Gujarati News

Gujarati News

News of Thursday, 25th March 2021

મોડાસા ચાર રસ્તા પેટ્રોલપંપ પાસે લાકડાની કેબીનમાં આગ ભભુકતા ભારે અફડાતફડી

મોડાસા : અરવલ્લી જીલ્લાના મુખ્યમથક મોડાસા શહેરના ચાર રસ્તા પર આવેલ પેટ્રોલપંપ નજીક લાકડાના કેબિનમાં અગમ્ય કારણોસર આગ લાગતા ભારે અફડાતફડી મચી હતી. આગની ઘટનાની જાણ નગરપાલીકા ફાયરબ્રિગેડને જાણ કરતા તાબડતોડ ફાયર ફાયટર સાથે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો આગ પર ઝડપથી કાબુ મેળવવામાં ફાયરબ્રિગેડની ટીમ સફળ રહેતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો.

(9:46 pm IST)