Gujarati News

Gujarati News

News of Thursday, 25th March 2021

અમદાવાદના જુદા જુદા ચાર વિસ્તારોમાં મિલકતવેરો ન ભરનારની દુકાન મનપા દ્વારા સીલ કરવામાં આવી

અમદાવાદ:શહેરમાં બાકી મિલકતવેરો ભરપાઈ ના કરતાં કરદાતાઓની મિલકતો મ્યુનિ.તંત્ર દ્વારા સીલ કરવામાં આવી રહી છે.બુધવારે શહેરનાં ચાર ઝોનમાં કુલ મળીને 281 મિલકતો મ્યુનિ.ટેકસ વિભાગ દ્વારા સીલ કરવામાં આવી છે.

ઉત્તરઝોનમાં નરોડા જી.આઈ.ડી.સી. વિસ્તારમાં આવેલી પંદર ફેકટરીઓ સહિત કુલ 96 મિલકતો બાકી વેરાની વસૂલાત મામલે ટેક્ષ વિભાગ તરફથી સીલ કરવામાં આવી છે. ઉત્તરઝોનના અમદુપુરા વોર્ડમાં સુમેલ બિઝનેસ પાર્કની 10 દુકાનો મિલકતવેરો ભરપાઈ ન કરવામાં આવતા સીલ કરાઈ છે.

ઉપરાંત અન્ય વિસ્તારોમાં આવેલા વેરો ભરપાઈ ન કરતા એકમોની સાથે પંદર ફેકટરીઓને પણ સીલ કરાઈ છે.પશ્ચિમ ઝોનમાં બુધવારે 51 મિલકતો સામે કાર્યવાહી કરવામાં આવી છે. જે મિલકતોને બાકી વેરો ના ભરવા માટે સીલ કરવામાં આવી છે તેવા કોંપલેક્ષોમાં પાલડીમાં આવેલાં સ્પાન ટ્રેડીંગ સેન્ટર, ભઠ્ઠા વિસ્તારમાં આવેલાં સહજાનંદ પ્લાઝા,નારણપુરામાં આવેલા સહજાનંદ એવન્યુ સહિતના કોંપલેક્ષોનો સમાવેશ થાય છે.

(5:22 pm IST)