Gujarati News

Gujarati News

News of Thursday, 25th March 2021

સુરતના સિટીલાઇટ રોડ વિસ્તારમાં ગઠિયાએ આધેડના ખિસ્સામાંથી 1 લાખ તફડાવી છૂમંતર.....

સુરત:શહેરના સિટીલાઇટ રોડ સ્થિત યુનિટી કોમ્પ્લેક્ષમાં બીજા માળે આવેલા ઇન્સ્ટુ એસ્પરેશન્સ નામની એબરોર્ડ સ્ટડી કન્સ્ટલટન્ટની ઓફિસમાં પ્યુન તરીકે નોકરી કરતો જગન્નાથ ગંભીર પવાર (ઉ.વ. 56 રહે. ગર્વમેન્ટ કવાટર્સની પાછળ, કામનાથ મહાદેવ મંદિર નજીક, અઠવાલાઇન્સ) આજે સવારે 9.30 વાગ્યે ઓફિસ માલિક ભરત જરીવાલાએ રોકડા 1 લાખ લઇ વેસુ વીઆઇપી રોડ સ્થિત આઇફીલ એસ્કોર્ટ નામના બિલ્ડીંગમાં આવેલી કી કન્સેપ્ટ એલ.એલ નામની બ્રાંચમાં હાર્દિક ધડુકને આપવા મોકલાવ્યા હતા. 

2 હજારના દરની 50 નોટ પેન્ટના ખિસ્સામાં મુકી જગન્નાથ સિટીલાઇટ રોડથી ઓટો રીક્ષામાં બેસી ખાટુ શ્યામ મંદિર પાસે ઉતર્યા હતા. ત્યાંથી અન્ય રીક્ષામાં બેસી વીઆઇપી રોડ સ્થિત આઇફીલ એસ્કોર્ટ ખાતે જવા નીકળ્યા હતા. 

દરમિયાનમાં રીક્ષામાં અગાઉથી સહમુસાફરના સ્વાંગમાં ત્રણ ગઠિયા સવાર હતા. ચાલુ રીક્ષામાં બેસતા નથી ફાવતું એમ કહી ચાલાકી પૂર્વક પેન્ટના ખિસ્સામાંથી રોકડા 1 લાખ તફડાવી લીધા હતા. ત્યારબાદ સહમુસાફરે જગન્નાથને કાકા તમે આગળ બેસી જાવ એમ કહેતા ચાલકે રીક્ષા થોભાવી હતી અને જગન્નાથ રીક્ષામાંથી ઉતરતા વેંત રીક્ષા પુર ઝડપે હંકારીને ભાગી ગયા હતા.

(5:26 pm IST)