Gujarati News

Gujarati News

News of Thursday, 25th March 2021

કલોલ તાલુકા પોલીસે બાતમીના આધારે છત્રાલ ઇસંડ રોડ નજીક કારમાં દારૂનો વેપલો કરનાર એક શખ્સને રંગે હાથે ઝડપ પાડયો

ગાંધીનગર:જિલ્લામાં દારૃની હેરાફેરી અને વેચાણ અટકાવવા માટે પોલીસ દોડી રહી છે ત્યારે કલોલ તાલુકા પોલીસે બાતમીના આધારે છત્રાલ ઈસંડ રોડ ઉપર કારમાં દારૃનો વેપલો કરતાં એક શખ્સને ઝડપી પાડયો હતો ત્યારે દારૃ આપનાર શખ્સની શોધખોળ આદરી છે. દારૃકાર અને મોબાઈલ મળી ૧.૧૯ લાખનો મુદ્દામાલ કબ્જે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

રાજયમાં દારૃબંધી હોવા છતાં પરપ્રાંતમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૃનો જથ્થો ઘુસાડવામાં આવી રહયો છે ત્યારે દારૃના જથ્થાની હેરાફેરી અને વેચાણ અટકાવવા માટે જિલ્લા પોલીસ દોડી રહી છે. કલોલ તાલુકા પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી મળી હતી કે છત્રાલ-ઈસંડ રોડ ઉપર કાર નં.જીજે-૦૧-કેએમ-૪૧૮૧માં દારૃનો જથ્થો રાખી તેનો વેપલો કરવામાં આવી રહયો છે. જે બાતમીના આધારે પોલીસે આ સ્થળે દરોડો પાડતાં બાતમીવાળી કારમાંથી મેહુલ જયંતિભાઈ દરજી રહે.સુથારવાસ છત્રાલને ઝડપી પાડયો હતો અને કારમાંથી વિદેશી દારૃની અલગ અલગ ૩૬ જેટલી બોટલ કબ્જે કરી હતી. આ દારૃ સંદર્ભે પુછતાં તેનો મિત્ર વિશાલ ઉર્ફે ટેમ્પો મનુભાઈ પટેલ રહે.છત્રાલ હરસિધ્ધિ માતાજી મંદિર પાસે આ કાર લઈ જઈને દારૃ ભરીને આપી ગયો હતો. જેથી પોલીસે દારૃકાર અને મોબાઈલ મળી ૧.૧૯ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને વિશાલ ઉર્ફે ટેમ્પોની શોધખોળ આદરી હતી. તેના ઝડપાયા બાદ આ દારૃ સંદર્ભે પોલીસને વધુ વિગતો મળવાની આશા છે.  

(5:28 pm IST)