Gujarati News

Gujarati News

News of Thursday, 25th March 2021

ગુજરાત માત્ર ઔદ્યોગિક વિકાસમાં જ અગ્રેસર નથી તેની સાથે સાથે પર્યાવરણીય સુવિધાઓ ઉભી કરવામાં પણ મોખરે

અમદાવાદ, જેતપુર અને વડોદરા ખાતે ઔદ્યોગિક શુધ્ધિકરણ કરાયેલ ગંદા પાણીના નિકાલ અર્થે યોજના

રાજ્ય સરકારમાં પર્યાવરણ પ્રભાગમાં નિયામક (પર્યાવરણ) કાર્યરત છે. જેનું મુખ્ય કાર્ય પર્યાવરણ સંશોધન, આયોજન અને સંકલન તથા પર્યાવરણ પુન:સ્થાપનને સંલગ્ન છે. તેમના દ્વારા કરવામાં આવતી કામગીરીઓમાં મુખ્યત્વે ભારત સરકારના પર્યાવરણ, વન અને ક્લાઈમેટ ચેંજ મંત્રાલય દ્વારા ઘડવામાં આવતી પર્યાવરણીય નીતિનું રાજ્ય સ્તરે અમલીકરણ, રાજ્યમાં પર્યાવરણીય અસરગ્રસ્ત વિસ્તારો શોધી કાઢવા અને તેના યોગ્ય વ્યવસ્થાપન માટે ઉકેલ મેળવવાની કામગીરી, રાજ્યમાં સ્વચ્છ ઉત્પાદન માટેની ટેકનોલોજી મુક્કરર કરવી અને પ્રોત્સાહિત કરવા વગેરે છે.

 પર્યાવરણ  પ્રભાગ સાથે જે સંસ્થાઓ સંકળાયેલ છે, તેની વાત કરીએ તો તેમાં(૧)        ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ (જી.પી.સી.બી.)(ર)       ગુજરાત પર્યાવરણ પ્રબંધન સંસ્થા (ગેમી)(૩)   ગુજરાત ઇકોલોજી કમિશન (જી.ઇ.સી.)(૪)ગુજરાતઇકોલોજીકલ એજયુકેશન એન્ડ રીસર્ચ ફાઉન્ડેશન (ગીર ફાઉન્ડેશન) અને(૫)ગુજરાત કલીનર પ્રોડકશન સેન્ટર (જી.સી.પી.સી.) નો સમાવેશ થાય છે.

ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડએક રેગ્યુલેટરી સંસ્થા છે અને પર્યાવરણ નિયમન અને નિયંત્રણ ક્ષેત્રે પર્યાવરણના કાયદાઓ   નિયમોના અમલીકરણની કામગીરી બજાવે છે   ગુજરાત માત્ર ઔદ્યોગિક વિકાસમાં જ અગ્રેસર નથી તેની સાથે સાથે પર્યાવરણીય સુવિધાઓ ઉભી કરવામાં પણ મોખરે છે. આશરે ૭૫૫ એમએલડી (મિલીયન લીટર પર ડે) ક્ષમતાનાં કુલ ૩૪ કાર્યરત ઔદ્યોગિક ગંદા પાણીના સામુહિક શુધ્ધિકરણ પ્લાન્ટ સીઇટીપી ગુજરાતમાં આવેલા છે, જે સ્થાપિત ક્ષમતાની દ્રષ્ટ્રિએ સમગ્ર દેશમાં મોખરાનું સ્થાન ધરાવે છે.

ગુજરાત રાજયએ ઉદ્યોગોમાંથી ઉદભવતા જોખમી અને અન્ય કચરાનો રીસોર્સ તરીકે ઉપયોગ કરવામાં નોંધપાત્ર સફળતા મેળવી છે. ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડના પ્રયત્નો અને પ્રોત્સાહનના કારણે હાલ સુધીમાં અંદાજે કુલ બે કરોડ અઠયાસી લાખ મેટ્રિક ટન જોખમી અને બીન-જોખમી કચરાનો નિકાલ સિમેન્ટ ઉદ્યોગોમાં કો-પ્રોસેસિંગ દ્વારા થયેલ છે, જે સમગ્ર દેશના તમામ રાજયોમાં સૌથી વધુ છે.

હું એમીશન ટ્રેડીંગ સ્કીમ વિષે વાત કરવા માંગુ છું કે, જે હવા પ્રદુષણ નિયંત્રણની દિશામાં ગુજરાત સરકાર દ્વારા વિશ્વમાં સર્વ પ્રથમ દિશાસૂચક પહેલ છે. આંતરરાષ્ટ્રિય સંસ્થાઓના સહયોગથી સુરત ખાતે આ યોજના કાર્યરત છે, જેના થકી સુરતના ઉદ્યોગોમાંથી રજકણો (પાર્ટીકયુલેટ મેટર) ના ઉત્સર્જનમાં ઘટાડો થયેલ છે. સદર પ્રોજેકટ અંતર્ગત હાલમાં ૧૫૫ જેટલા ઉદ્યોગો ભાગ લઇ રહ્યા છે.સુરત ખાતે કાર્યરત સ્કીમના પ્રોત્સાહક પરિણામો જોતાં સદર સ્કીમનો અમદાવાદ ખાતે પણ પ્રારંભ કરવાનું નક્કી કરવામાં આવેલછે.

રાજ્યની હાલની કોવિડ-૧૯ની પરિસ્થિતી દરમ્યાન કોવિડ હોસ્પિટલમાંથી ઉત્પન્ન થતા જૈવીક ચેપી કચરાનો નિકાલ ખુબજ અસરકારક રીતે કરવામાં આવેલ છે. આ કચરાના નિકાલ દરમ્યાન કોઇપણ પ્રકારનો ચેપ ન ફેલાય તે રીતે આયોજન કરી આ કચરાનો નિકાલ કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની માર્ગદર્શિકા મુજબ વૈજ્ઞાનિક રીતે કોમન બાયોમેડીકલ વેસ્ટ ફેસીલીટી દ્વારા કરવામાં આવેલ છે. રાજ્યમાં માર્ચ-૨૦ થી ફેબ્રુઆરી-ર૧ના સમયગાળા દરમ્યાન કુલ ૪૪.૯૪ લાખ કીલોગ્રામ કોવીડ બાયોમેડીકલ વેસ્ટનો નિકાલ વૈજ્ઞાનિક ઢબે ૨૦ કોમન ફેસેલીટીઓ મારફત કરવામાં આવેલ છે.

  અમદાવાદ, જેતપુર અને વડોદરા ખાતે ઔદ્યોગિક શુધ્ધિકરણ કરાયેલ ગંદા પાણીના નિકાલ અર્થે Deep Sea Discharge Pipeline માટે સંકલિત યોજના બનાવવામાં આવેલ છે કુલ અંદાજીત રૂ.૨૨૭૫ કરોડની આ યોજના થકી ઔદ્યોગિક શુધ્ધિકરણ કરાયેલ ગંદા પાણીનો નિકાલ નદીઓમાં થતો બંધ થશે અને નદીઓના જળની ગુણવત્તામાં વધુ સુધારો થશે.       સુચિત પાઇપલાઇન પ્રોજેકટથી ઔદ્યોગિક વિકાસને વેગ મળતાં આશરે પાંચ લાખ જેટલી સીધી રોજગારી અને આશરે રૂા.૩૪,૦૦૦ કરોડના ઔદ્યોગિક મૂડી રોકાણની નવી તકો અપેક્ષિત છે. આ કામગીરી ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રકચર લીમીટેડ દ્વારા હાથ ધરવામાં આવી રહેલ છે.

રાજય સરકાર દ્વારા ઘરગથ્થું ગંદા પાણીને શુધ્ધિકરણ કર્યા બાદ પુનઃ વપરાશમાં લેવા માટે ટ્રીટેડ વોટર રીયુઝની પોલીસી અમલમાં મૂકવામાં આવી છે, જે મુજબ હાલમાં સુરત, અમદાવાદ, કચ્છ, ગાંધીનગર વિગેરે સ્થળોએ આશરે ૬૫૦ એમ.એલ.ડી. જેટલું પાણી શુધ્ધિકરણ બાદ પુનઃવપરાશમાં લેવામાં આવી રહેલ છે અને વધુ ૧૦૦૦ એમ.એલ.ડી. માટેનું આયોજન છે.

ગુજરાત રાજયમાં ઔદ્યોગિક જોખમી કચરાના વૈજ્ઞાનિક ઢબે અને સુરક્ષિત નિકાલ માટેની સુવિધા એટલે કે સામુહિક ટી.એસ.ડી.એફ., બાયોમેડીકલ કચરાના વૈજ્ઞાનિક ઢબે નિકાલની સુવિધાઓ, નકામા જોખમી કન્ટેનરને સાફ કરવાની સામુહિક સુવિધાઓ, ઇ-વેસ્ટ રજીર્સ્ટડ ડીસમેન્ટલર/રીસાઇક્લર ઉદ્યોગો વિકસાવવામાં પણ રાજ્ય દેશમાં અગ્રેસર છે.        ગુજરાતમાં હવાની ગુણવત્તાનું સતત મોનીટરીંગ માટે હાલમાં રાજયમાં મણીનગર, વટવા, ગાંધીનગર, વાપી, જામનગર અને અંકલેશ્વર ખાતે કન્ટીન્યુઅસ એમ્બીઅન્ટ એર કવોલીટી મોનીટરીંગ સ્ટેશન કાર્યરત કરવામાં આવેલ છે.

ગુજરાત પાસે આશરે ૧૬૦૦ કી.મી. લાંબો દરીયા કિનારો આવેલો છે. જેને ધ્યાને લઇ, દરીયા કાંઠાના જળની ગુણવત્તાઓનું મૂલ્યાંકન કરી, તેનો ગહન અભ્યાસ કરીને વ્યુહાત્મક આયોજન ઘડી શકાય જેનાથી દરીયાઇ જીવસૃષ્ટિનું રક્ષણ તથા નવા વિકાસની યોજનાઓ નકકી કરતી વખતે, સરકારશ્રીને જરૂરી માર્ગદર્શન પૂરૂ પાડી શકાય તે હેતુથી, બોર્ડ દ્વારા અન્ય સંસ્થાઓના સહયોગથી આઇ.સી.ઝેડ.એમ.પી (Integrated Coastal Zone Management Project)ની યોજના હાથ ધરવામાં આવેલછે.

આ યોજના અંતર્ગત ખંભાતના અખાતને મળતી નદીઓના એસ્ચ્યુરીઝના૧૧ Critically Vulnerable Coastal Areas-CVVAsમાં રીઅલ ટાઇમ કોસ્ટલ વોટર મોનિટરિંગ સિસ્ટમ (Buoy) જેવી આધુનિક ટેકનોલોજી થકી દરીયાઇ જળ-સંગમના પાણીની ગુણવત્તાની ચકાસણી કરવા નું આયોજન છે. આ કામગીરી માટે વર્લ્ડ બેંક દ્વારા બોર્ડને રૂ. ૭.૫ કરોડ ફાળવવામાં આવશે.જે માટે સને ૨૦૨૧-૨૨ ના અંદાજપત્રમાં રૂ ૨ કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે.

ગેમી એ વન અને પર્યાવરણ વિભાગ હેઠળ પર્યાવરણના રક્ષણ, સંરક્ષણ અને વ્યવસ્થાપન માટે કાર્ય કરતી ગુજરાત સરકારશ્રીની એક સ્વાયત્ત સંસ્થા છે.  ગેમી સંસ્થા દ્વારા ગ્રામ્ય પર્યાવરણ અભ્યાસ, રીવર એન્ડ કોસ્ટલ મોનીટરીંગ, ગેમી પ્રયોગશાળાનું મજબૂતીકરણ વિવિધ પર્યાવરણીય રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સાથે સહભાગી બની કોન્ફોરન્સ, સેમીનાર, ટ્રેઇનીંગ પ્રોગ્રામ, વર્કશોપ, પ્રદર્શન તથા ઇ-બેઇઝ ગવર્નન્સ મોડેલ ધ્વારા એન્વાયરમેન્ટ મોનીટરીંગ સીસ્ટમતથા ગેમીને સંશોધન વિકાસના કેન્દ્ર તરીકે વિકસિત કરવાની યોજનાની કામગીરીઓ માટે વર્ષ ૨૦૨૧-૨૨ માટે કુલ રૂ.૫૩૩.૦૦ લાખની જોગવાઇ કરવામાં આવેલ છે

ગુજરાતઈકોલોજીકમિશનરાજયનીપર્યાવરણીયબાબતોપરત્‍વેવિવિધપ્રવૃત્તિઓઅનેયોજનાઓદ્વારારાજયનીપર્યાવરણલક્ષીબાબતોનીચિંતાકરેછે. આ માટે કમિશન દ્વારા પર્યાવરણનેલગતાજાગૃતિકાર્યક્રમો, અભિયાનો, પરિસંવાદ, સેમીનાર, વર્કશોપ, પ્રિન્‍ટ-મિડિયામાધ્‍યમોદ્વારાજાગૃતિકાર્યક્રમો, રીસર્ચપ્રોજેકટસની કામગીરી કરવામાં આવે છે.ગુજરાતઈકોલોજીકમિશન દ્વારા  ઈકોલૉજીકલ પ્રોફાઈલ અંતર્ગત છતાલુકાનો પ્રોફાઈલ તૈયાર કરવાનું આયોજન છે. મોડેલઈકો-વિલેજયોજનાઅન્‍વયે સંબંધિત ગ્રામ્‍યવિસ્‍તારનેલગતવિવિધપરિસ્‍થિતિઅનેજરૂરીનિવસનતંત્રોનેસમતુલિતકરવાજરૂરીકામગીરીલોક ભાગીદારીનીમદદથીહાથધરવામાંઆવેછે આ ઉપરાંત દરિયાઈ ખારાશ તથા પાણીને આગળ વધતા અટકાવી શકાય તે માટે ગુજરાત રાજ્‍યના દરિયા કાંઠાના વિસ્‍તારોમાં ચેર વાવેતરની કામગીરી કરવામાં આવે છે., ગુજરાતઈકોલોજીકમિશનની વિવિધ પ્રવૃત્તિઓ માટે વર્ષ ૨૦૨૧-૨૨ માટે કુલ રૂ.૨૦૧૬ લાખની જોગવાઇ કરવામાં આવેલ છે

   ગુજરાત ઇકોલોજીકલ એજયુકેશન એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન એટલે કે ‘‘ ગીર ફાઉન્ડેશન" ની વાત કરીએ તો તે ગુજરાત સરકારના વન અને પર્યાવરણ વિભાગ દ્વારા સ્થાપવામાં આવેલ એક સ્વાયત્ત સંસ્થા છે. જે ૧૯૮૩ થી રાજ્યમાં પ્રકૃતિ શિક્ષણ  અને સંશોધનના  ક્ષેત્રમાં કાર્યરત છે.  આ સંસ્થા  દ્વારા  સંશોધનાત્મક પ્રકૃતિ, વન્ય પ્રાણી તથા પર્યાવરણલક્ષી પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે. જેમા રાજ્યની મુખ્ય નદીઓના મુખ પ્રદેશોનું પરિસરીય સર્વેક્ષણ, રાજ્યના અગત્યના જળ પ્લાવિત વિસ્તારો (વેટલેંડસ) ના પરિસર તંત્રોનો અભ્યાસ, પ્રકૃતિ શિક્ષણ શિબિરો, પક્ષીદર્શન તાલીમ કાર્યકમ જેવી પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે.  આમ, ગીર ફાઉન્ડેશન દ્વારા આયોજિત કામગીરી માટે વર્ષ ૨૦૨૧-૨૨ માટે કુલ રૂ.૧૯૭.૨૫ લાખની જોગવાઇ કરવામાં આવેલ છે

   તક્લીનરપ્રોડક્શનસેન્ટર જી.સી.પી.સી.એભારતનીએકમાત્રયુનીડો (UNIDO) નાટેકનીકલસહયોગથીક્લીનરપ્રોડક્શનઅનેક્લીનરટેકનોલોજીએટલેકેપ્રદુષણનિવારણકરતી સંસ્થાછે જી.સી.પી.સી.ની પ્રવૃત્તિઓમાં ઉદ્યોગો, ઇજનેરી કોલેજોમાં કલીનર પ્રોડકશનને  પ્રોત્સાહન માટેના કાર્યક્રમો / વિદ્યાર્થીઓને પર્યાવરણ ક્ષેત્રે સંશોધન માટે પ્રોત્સાહન યોજનાનો સમાવેશ થાય છે.   આમ, જીસીપીસી આયોજિત કામગીરી માટે વર્ષ ૨૦૨૧-૨૨ માટે કુલ રૂ.૨૮.૦૦ લાખની જોગવાઇ કરવામાં આવેલ છે

  વન અને પર્યાવરણ વિભાગનો પર્યાવરણ પ્રભાગ પરિણામલક્ષી કામગીરી કરી રહેલ છે ત્યારે આજની અંદાજપત્રીય ચર્ચા દરમ્યાન જે કોઇ માનનીય સભ્યશ્રીઓએ ચર્ચામાં ભાગ લઇ રચનાત્મક સૂચનો કરેલ છે, વિભાગની પ્રવૃત્તિને બિરદાવેલ છે, તે માટે તે સૌનો હું આભારી છું. મે રજુ કરેલ અંદાજપત્રીય દરખાસ્તો સર્વાનુમતે પસાર કરવા આ સન્માનીય સભાગૃહને હું વિનંતી કરૂ છું.

(8:05 pm IST)