Gujarati News

Gujarati News

News of Thursday, 25th March 2021

નાંદોદ તાલુકાના માંડણ ગામના બુટલેગરને પ્રોહીબીસનના ગુનામાં પાસામાં ધકેલતી નર્મદા એલ.સી.બી.

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લા પોલીસ વડા હિમકર સિંહના માર્ગદર્શન અને સુચના મુજબ જીલ્લામાં અસામાજીક તત્વો દ્વારા આચરવામાં આવતી પ્રવૃતિ ઉપર અંકુશ લાવવા સારૂ અટકાયતી પગલા લેવાની સુચના અને માર્ગદર્શનના આધારે એ.એમ.પટલ , પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી.એ જીલ્લામાં વિદેશી દારૂની હેરાફેરી કરતા ઇસમો ઉપર અંકુશમાં લાવવા રાજપીપળા તથા ડેડીયાપાડા પો.સ્ટે.વિસ્તારમાં વિદેશી દારૂની હેરફેર તેમજ વેચાણ કરવાના ઇરાદે પકડાયેલ આરોપી કિરણભાઇ ઇશ્વરભાઇ વસાવા રહે.માંડણ, તા.નાંદોદ જી.નર્મદા ની પ્રવૃતિને ડામવા રાજપીપલા પોલીસ દ્વારા પાસા દરખાસ્ત તૈયાર કરતા સામાવાળા વિરૂધ્ધના ગુનાઓને ધ્યાને રાખી જીલ્લા મેજીસ્ટ્રેટ, નર્મદા નાઓએ પાસા હેઠળ અટક કરી રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે મોકલવા હુકમ કરતા કિરણ ભાઇ ઇશ્વરભાઇ વસાવાને એલ.સી.બી. પોલીસ સ્ટાફ દ્વારા ગીરીરાજ હોટલ , ભીલાડ વાપી થી ઝડપી પાસા હેઠળ અટક કરી પોલીસ જાપ્તા સાથે રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવામાં આવેલ છે.

(11:17 pm IST)