Gujarati News

Gujarati News

News of Tuesday, 25th August 2020

રાજ્યમાં વિદ્યાર્થીઓએ ગુજકેટની પરીક્ષા આપી

૧.૨૭ લાખથી વધુ વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન : પરીક્ષા કેન્દ્રો ઉપર ફરજિયાત માસ્ક તેમજ થર્મલ ગનથી ચેક કર્યા બાદ જ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો

અમદાવાદ, તા.૨૪ : ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા આજે ૨૪મીએ ગુજકેટની પરીક્ષા થઇ ગઇ છે. કોરોના અને વરસાદ વચ્ચે રાજ્યભરના જિલ્લા કેન્દ્રો પરથી પરીક્ષા લેવામાં આવી છે. ગુજકેટ પરીક્ષા માટે .૨૭ લાખથી વધુ વિદ્યાર્થીનું રજિસ્ટ્રેશન થયુ છે પરંતુ બેથીત્રણ વિષયમા નાપાસ થયેલા ૧૮થી૨૦ હજારથી વધુ માટે ગુજકેટ હવે નકામી હોવાથી તેઓ પરીક્ષા નહી આપે. આજની પરીક્ષા માટે વિદ્યાર્થીઓ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. કોરોનાકાળમાં પહેલીવખત આવી કોઇ પરીક્ષા થઇ છે. ગુજકેટની પરીક્ષામાં પહેલું પેપર ૧૦ વાગ્યે કેમેસ્ટ્રી-ફીઝીક્સનું લેવામાં આવ્યું છે. પરીક્ષા કેન્દ્રો પર ફરજિયાત માસ્ક અને થર્મલ ગનથી ચેક કરી વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો. સોશિયલ ડિસ્ટન્સ જાળવી અને પરીક્ષા લેવામા આવી હતી. કુલ ,૨૭,૨૩૦ વિદ્યાર્થીઓ ૩૪ કેન્દ્રો અને ,૪૩૧ પરીક્ષા ખંડમાં લેવાઇ છે. આજે લેવાનારી ગુજકેટની પરીક્ષામાં સવારના ૧૦થી ૧૨ કલાક દરમિયાન કેમેસ્ટ્રી-ફીઝીક્સનું પેપર હતુ. જ્યારે બપોરે ૧થી કલાક દરમિયાન બાયોલોજી, ૩થી કલાક દરમિયાન ગણિતનું પેપર લેવાશે.

              તમામને સરકારી ગાઈડલાઈન અનુસાર સ્કૂલમાં એન્ટ્રી મળી હતી. શાળાનાં દરેક ક્લાસમાં ૨૦ વિદ્યાર્થીને ઝીગઝેગ સ્ટાઈલથી બેસાડવામા આવ્યા હતા. દરેક સેન્ટર પર તમામ વિદ્યાર્થીઓનું થર્મલ સ્કેનિંગ કરવામા આવ્યું હતું. મહત્વનું છે કે, પરીક્ષા માટે ચાર વાર રજિસ્ટ્રેશન મુદ્દત આપવામા આવતા ગુજરાત અને રાજ્ય બહારના તેમજ ગુજરાત બોર્ડ અને અન્ય બોર્ડના મળીને .૨૭ લાખથી વધુ વિદ્યાર્થી છે પરંતુ ૪૦ હજારથી વધુ વિદ્યાર્થી એવા છે કે જેઓ ધો.૧૨મા નાપાસ થયા છે.જ્યારે ૧૮થી૨૦ હજાર વિદ્યાર્થી એવા છે કે ત્રણ વિષયમાં નાપાસ હોવાથી પુરક પણ નથી આપવાના ત્યારે ગુજકેટ આપીને પણ તેઓને હવે વર્ષે ઉચ્ચ શિક્ષણના કોઈ પ્રવેશ માટે લાયક નહી બની શકે.

(7:16 pm IST)