Gujarati News

Gujarati News

News of Tuesday, 25th August 2020

ગુજરાતમાં કોરોનાને લઈને સ્થિતિ 'ભયાવહ': ગુજરાત હાઈકોર્ટ

અમદાવાદ,તા.૨૫: કોરોના વાઇરસના કેસ દેશ સહિત ગુજરાતમાં પણ વધી રહ્યા છે. ગુજરાતમાં દિવસે દિવસે કોરોનાની કેસ સંખ્યા વધી રહી છે. શરૂઆતમાં અમદાવાદમાં સ્થિતિ ગંભીર હતી અને હવે સુરતમાં કોરોનાની કેસની સંખ્યા દિનપ્રતિદિન વધી રહી છે. આવા સમયે ગુજરાત હાઈકોર્ટે કહ્યું કે ગુજરાતમાં કોરોનાની સ્થિતિ ભયાવહ છે, મશીનરીને ગતિ આપવાની જરૂર છે.

એક અંગ્રેજી અખબારના અહેવાલ અનુસાર સોમવારે કરેલા હુકમમાં મુખ્ય ન્યાયાધીશ વિક્રમ નાથ અને ન્યાયમૂર્તિ જે.બી. પારડીવાલાની ડિવિઝન બેંચે નોંધ્યું છે કે રાજય દ્વારા સુરતની કોવિડ-૧૯ પરિસ્થિતિના અહેવાલમાં 'પ્રોત્સાહક' વલણ દર્શાવવામાં આવ્યું હતું.

જોકે ગુજરાતમાં તારીખ પ્રમાણેની પરિસ્થિતિઓ અનુસાર જે ચિત્ર ઉભરે છે તે 'એકદમ ભયાનક છે.' ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં હાલના સમયમાં કોરોના વાઇરસથી સૌથી પ્રભાવિત સુરત છે. અહીં રોજના સરેરાશ ૨૦૦થી વધુ કેસ નોંધાય છે.

(1:10 pm IST)