Gujarati News

Gujarati News

News of Tuesday, 25th August 2020

રાજપીપળા પુરવઠા ગોડાઉન બહાર ચોખા લઈ આવેલી ૧૧ ટ્રકો જગ્યા ના અભાવે પાંચ દિવસ થી અટવાઈ પડી

૧૧ ટ્રકો માં લગભગ ૧૧૦૦ ટન ચોખા નો જથ્થો જો વરસાદ માં બગડશે તો તેવા જ ચોખા ગ્રાહકો ને પધરાવાશે..?! : પુરવઠા સંચાલકો ને કાયદાના પાઠ ભણાવવા હંમેશા તૈયાર રહેતા અધિકારીઓ ભારે વરસાદ માં પણ અનાજ માટે નું યોગ્ય આયોજન કરતા ન હોવાથી ગ્રાહકો ને ભેજ વાળુ અનાજ મળવાની શક્યતાઓ

(ભરત શાહ દ્વારા) - રાજપીપળા : નર્મદા જિલ્લામાં પુરવઠા વિભાગ ની અવાર નવાર બુમો ઉઠે છે છતાં કોઈ ને કોઈ કારણે આ વિભાગ ની લાલીયાવાડી છતી થાય છે જેમાં હાલ પાંચેક દિવસ થી રાજપીપળા ગોડાઉન બહાર અમદાવાદ થી ચોખા લઈ આવેલી ૧૧ ટ્રકો ગોડાઉન માં જગ્યા ન હોવાના કારણે અટવાઈ પડી છે ત્યારે છેલ્લા દસેક દિવસ થી નર્મદા જિલ્લામાં ભારે વરસાદ હોવાના કારણે ટ્રક માં ભરેલા ચોખા માં ભેજ લાગે તેવી પણ પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે અને આમ બને તો આવું ભેજયુક્ત અનાજ કાર્ડ ધારકોને પધરાવતા દુકાનદાર અને ગ્રાહકો વચ્ચે ઝગડા નું ઘર ઉભું થાય તેમ હોય શુ આયોજન વગર આ ૧૧ ટ્રક ચોખા મંગાવ્યા હશે..? હજુ આ ટ્રકો કેટલા દિવસ ઉભી રહેશે અને ખાલી થયા બાદ જથ્થો બગડશે તો ખરાબ ચોખા કાર્ડ ધારકોને પધરાવશે તો તે માટે જવાબદાર કોણ હશે..? તેવા સવાલ હાલ અહીં ઉઠ્યા છે.

જોકે અમે રાજપીપળા પુરવઠા ગોડાઉન પર તપાસ કરી તો ખરેખર ગોડાઉન ચિક્કાર ભરેલું જ જોવા મળ્યું ત્યારે લાગતા વળગતા અધિકારી એ ગોડાઉન માં જગ્યા કે વરસાદ ની ઋતુ જોઈ યોગ્ય આયોજન કરી અનાજ નો જથ્થો કેમ ન મંગાવ્યો જેવા અનેક સવાલ હાલ ઉઠ્યા છે.

(3:09 pm IST)