Gujarati News

Gujarati News

News of Tuesday, 25th August 2020

ભાણદ્રા ચોકડી પાસે જુગાર રમતા પાંચ જુગરિયાઓને ૧,૬૧ લાખના મુદામાલ સાથે ઝડપી પાડતી ગરૂડેશ્વર પોલીસ

(ભરત શાહ દ્વારા) - રાજપીપળા : હિમકર સિંક પોલીસ અધીક્ષક નર્મદાના ની સુચના તેમજ ના.પો.અધિ વાણી દુધાતની દોરવણી હૅઠળ પ્રોહી/જુગાર ની પ્રવૃત્તિને નેસ્ત નાબુદ કરવા સુચના અને માર્ગદર્શન મળતા સર્કલ પોલીસ ઇન્સ.ડી.બી.શુક્લ ના સુપરવિઝન હૅઠળ એ એસ.વસાવા પોલીસ સબ ઇન્સ.સાથે પોલીસ માણસો નાઈટ સાઉન્ડ માં હતા તે દરમ્યાન બાતમી મળતા ભાણદ્રા થોકડી થી આગળ રસ્તા ઉપર આવેલ ખાતરના ડેપો પાસે જાહેરમાં ઍક ફોર વહીલ ગાડીમાં ગાડીની લાઈટ ચાલુ કરી અંદર કેટલાક વ્યક્તિઓ જુગાર રમી રમાડે છે જે બાતમી આધારે રેઈડ કરતા પકડાયેલ વ્યક્તિઓમાં.(૧)દિગન ભરતભાઈ પટેલ,રહે, કેવડીયા કેટેગરી સી રૂ૫ ને ૨૨/૧૨૯,(૨)જગદીશભાઈ ભગુભાઈ તડવીં રહે ભાણદ્રા તા. ગરૂડેશ્વર,(3)અલકેશભાઈ મેશુ ભાઈ તડવી રહે સાંકવા તા.ગરુડેશ્વર,(૪)હિરેન રાજુભાઈ સીપ્પી રહે,કેવડીયા મેઈન બજાર તા.ગરૂડેશ્વર(૫) વિજય ભાઈ મહેશભાઈ વસાવા રહે,નવા વાધપુર તા,નાંદોદ ની અંગ ઝડતી માંથી ૫૮૧૦/-તથા દાવ ઉપરના ૬,૭૦૦/-મળી કુલ રૂ.૧૨, ૫૧૦/-તથા મોબાઇલ નંગ ૦૪ જેની કિ.રૂ ૮૫00/-તથા એક.મો.સા.એક એકટીવા તેમજ એક ફોર વ્હીલ ગાડી જેની કિ.રૂ ૧,૪૦,૦૦૦/-મળી કુલ રૂ.૧,૬૧, ૦૧૦/- નો મુદામાલ કબજે કરી તેમના વિરુધ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

(4:25 pm IST)