Gujarati News

Gujarati News

News of Tuesday, 25th August 2020

વડોદરા:કોરોનાના સમયમાં શાકભાજીના ભાવમાં 50થી ટકાનો વધારો થતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું

વડોદરા:લોકડાઉનમાં આવક ગુમાવ્યા બાદ હવે મધ્યમવર્ગના નાગરિકોને શાકભાજીનો ભાવ વધારાનો બોજો આવી પડ્યો છે. જેથી ગૃહિણીનું બજેટ ખોરવાયું છે . શાકભાજીના ભાવમાં 50થી 70 ટકાનો વધારો નોંધાયો છે.

અન્ય રાજ્યો તેમજ ગુજરાતમાં પણ ભારે વરસાદના કારણે ખેતરોનું ધોવાણ થયું છે અને ખેડૂતોના શાકભાજીના પાકને વ્યાપક નુકશાન પહોંચ્યું છે. શાકભાજીની આવક બજારમાં ઓછી થતાની સાથે તેના ભાવમાં ધરખમ વધારો થયો છે. જેની સીધી અસર સામાન્ય નાગરિકોના બજેટ પર પડી રહી છે. સાથે સાથે ઓછા ગ્રાહકોના કારણે વેપારીઓની મુશ્કેલીમાં પણ વધારો થયો છે. મહત્વનું છે કે જો આજ રીતે વરસાદ વરસતો રહેશે તો આગામી સમયમાં હજી પણ શાકભાજીના ભાવમાં વધારો થવાની પૂરી શક્યતાઓ છે.

(5:12 pm IST)