Gujarati News

Gujarati News

News of Tuesday, 25th August 2020

વડોદરામાં એકલવાયા સિનિયર સિટિજનોને અન્ય વ્યક્તિઓ સાથે વાતો કરાવવાની જાળમાં ફસાવી પૈસા પડાવવાનું ષડયંત્ર રચનાર વિરુદ્ધ ગુનો દાખલ

વડોદરા:સિનિયર સિટિઝનો અને એકલવાયી વ્યક્તિઓ સાથે સંપર્ક કેળવી મીઠી વાતોમાં ફસાવીને રૃપિયા પડાવી લેવાનું ષડયંત્ર ચાલી રહ્યું હોવાની વિગતો વડોદરા સાઇબર સેલને મળી છે.

પોલીસના જણાવ્યા પ્રમાણે,સિનિયર સિટિઝન પુરૃષ કે મહિલાની પ્રોફાઇલ તપાસ્યા બાદ ચોક્કસ ટોળકી તેમનો સોશિયલ મીડિયા પર સંપર્ક કરતી હોય છે અને ત્યારબાદ સંપર્ક વધુ ઘનિષ્ટ  બનાવતી હોય છે.

આ ગેંગમાં યુવક અને યુવતીઓ સામેલ હોય છે અને તેઓ ફોટા સાથે પોતે કેવી મજબૂર હાલતમાં છે તેની વિગતો રજૂ કરતી હોય છે.ગેંગ દ્વારા કેટલીક વાર બીજા લોકોના ફોટા કે મોર્ફ કરેલા ફોટાનો પણ ઉપયોગ કરવામાં આવતો હોય છે.

(5:12 pm IST)