Gujarati News

Gujarati News

News of Tuesday, 25th August 2020

સુરતના લીંબાયતમાં પ્રેક્ટિસ અર્થે આવેલ આદિવાસી તરુણી સાથે ડોકટરે અશ્લીલ હરકત કરતા ગુનો દાખલ

સુરત:એએનએમનો થિયોરિકલ અભ્યાસ પૂર્ણ કર્યા બાદ પ્રેક્ટિકલ ટ્રેનિંગ માટે સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલી પંકજ હોસ્પિટલમાં રહેતી ચાર વિદ્યાર્થીની પૈકી મૂળ વડોદરાની આદિવાસી તરૂણીને ડોકટરે બળજબરીથી કિસ કરતા મામલો પોલીસ મથકમાં પહોંચ્યો હતો. પોલીસે તરૂણીની ફરિયાદના આધારે ડોક્ટર વિરૂદ્ધ છેડતી અને એક્ટ્રોસીટી એક્ટ મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ વડોદરા જીલ્લાના આદિવાસી પરિવારની 16 વર્ષ અને 7 માસની તરુણી રાજપીપળા ખાતે એએનએમનો થિયોરિકલ અભ્યાસ પૂર્ણ કર્યા બાદ પ્રેક્ટિકલ ટ્રેનિંગ માટે સુરતના લીંબાયત સંજયનગર વિસ્તારમાં માનવ કેન્દ્રની બાજુમાં શિવકૃપા સોસાયટીમાં આવેલી ડો.જીજાબરાવ પાટીલની પંકજ હોસ્પિટલમાં 15 ડિસેમ્બર સુધી અન્ય ચાર વિદ્યાર્થીની સાથે રહે છે. 

ડોક્ટર પણ થોડીવાર બાદ ત્યાં આવ્યા હતા અને પાછળથી પકડી ગળાના ભાગે કિસ કરી હતી. ગભરાયેલી તરૂણીએ વિરોધ ન કરતા ડોકટરે તેને કપાળના ભાગે, બંને ગાલ ઉપર, હોઠના ભાગે કિસ કરી હતી. તરૂણી બહાર દોડી ગઈ હતી અને આરતીમાં ઉભી રહી હતી. પરંતુ રડવું આવતા તે રસોડામાં જઈ રડવા માંડી હતી. ત્યાં આવેલી તેની બહેનપણીને સમગ્ર બનાવ અંગે વાત કર્યા બાદ બીજા દિવસે તેણે હોસ્પિટલની મહિલા ડોક્ટરને વાત કરી હતી. તેમની સલાહ મુજબ પિતાને ફોન કરી જાણ કરતા તે પત્ની અને સામાજીક અગ્રણી સાથે સુરત દોડી આવ્યા હતા અને તેમની સાથે તરૂણીએ લીંબાયત પોલીસ સ્ટેશન પહોંચી ડોક્ટર વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે છેડતી અને એક્ટ્રોસીટી એક્ટ મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

(5:15 pm IST)