Gujarati News

Gujarati News

News of Tuesday, 25th August 2020

મહુધા ગામની પ્રાથમિક શાળાને નિશાન બનાવી તસ્કરોએ 27 હજારની ચોરી કરી

મહુધા:ગામમાં આવેલ કુમાર પ્રાથમિક શાળામાં ત્રાટકેલા તસ્કરોએ ઓફિસમાંથી રૃ.૨૭,૨૫૦ કિંમતના કમ્પ્યુટર સેટની તેમજ આધાર કિટમાંથી લેપટોપ, પ્રિન્ટર, જીપીએસ સિસ્ટમની ચોરી કરી ફરાર થઈ જતા આ અંગે મહુધા પોલીસે ગુનો દાખલ કરીને તસ્કરોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

આ અંગે મળતી માહિતી મુજબ ગત શનિ-રવિવાર દરમિયાન મહુધામાં ત્રાટકેલા તસ્કરોએ ગામમાં આવેલ કુમાર પ્રાથમિક શાળાને નિશાન બનાવ્યું હતું. અને શાળાની ઑફિસમાં મૂકેલ બેટરી સહિતનો કમ્પ્યુટર સેટ કે જેની કુલ કિંમત રૃ.૨૭,૨૫૦ ની ચોરી કરી હતી. આ ઉપરાંત શાળામાં ઓફિસની બાજુમાં આવેલ રૃમમાં મુકેલ આધાર કિટમાંથી લેપટોપ, પ્રિન્ટર, જીપીએસ ડિવાઈઝ તેમજ સ્પાઈક ગાર્ડની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયાં હતાં. શાળામાં ચોરી થઈ હોવાની જાણ શાળાના આચાર્ય ભગવાનસિંહ બાબરભાઈ પરમારને થતાં તેઓએ મહુધા પોલીસ મથકમાં ફરિયાદ આપી છે. જેના આધારે પોલીસે અજાણ્યાં તસ્કર સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

(5:17 pm IST)