Gujarati News

Gujarati News

News of Tuesday, 25th August 2020

માતાને પરેશાન કરતા પિતાને પુત્રએ પાઈપથી ફટકાર્યા

વાડજના રામાપીરના ટેકરા પરની ઘટના : પતિએ તેની પત્નીને પગે માલિશ કરી આપવાનું કહેતા જ બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ : પિતા હોસ્પિટલમાં દાખલ

અમદાવાદ, તા.૨૫ : પતિ-પત્ની વચ્ચે કંકાસના અનેક કિસ્સા સામે આવે છે. શહેરના વાડજ વિસ્તારમાં એક અજીબ કિસ્સો જોવા મળ્યો છે. જયાં પતિએ તેની પત્નીને પગે માલિશ કરી આપવાનુ કહેતા બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. દરમિયાન ફરિયાદીને તેના દીકરાએ ફટકાર્યાં હતા. વાડજ રામાપીરના ટેકરા પર રહેતા અને નિવૃત્ત જીવન જીવતા હીરાભાઈ ઓડે પોલીસ ફરિયાદ આપી છે કે રવિવારે મોડી સાંજે તેઓ તેમના પત્ની અને દીકરો ઘરે હાજર હતા. દરમિયાન ફરિયાદીએ તેમના પત્નીને પગે માલિશ કરી આપવા માટે કહ્યું હતું. જોકે, બાબતને લઇને બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. જે બાદમાં બાજુમાં ઊંઘી રહેલો તેનો દીકરી ઉશ્કેરાયો હતો અને 'તમે મમ્મીને કેમ હેરાન કરો છો' કહીને ફરિયાદીને ગડદાપાટુંનો માર માર્યો હતો. બાદમાં લોખંડની પાઇપથી ફરિયાદીમાં પગના ભાગે એક ફટકો માર્યો. જે બાદમાં વધુ એક ફટકો માથાનાં ભાગે મારી દેતા ફરિયાદીને માથાનાં ભાગે લોહી નીકળવા લાગ્યુ હતું. અંગેની જાણ આસપાસના લોકોને થતાં ટોળું ભેગું થઈ ગયું હતું અને ફરિયાદીની દીકરીને બાબતની જાણ કરતા તે પણ ત્યાં આવી પહોંચી હતી.

            જે બાદમાં ફરિયાદીને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસે હાલ ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂ કરી છે. કોરોનાના કહેર વચ્ચે મંદીએ ભરડો લીધો હોય તેમ લાગી રહ્યું છે. અનેક લોકોના વેપાર-ધંધા ઠપ થઈ ગયા છે. જોકે, કેટલાક નશાના બંધાણી છે કે જેઓ યેનકેન પ્રકારે નશો કરવાની આદત ધરાવતા હોય તેમ લાગી રહ્યું છે. શહેરમાં બે દિવસમાં પ્રકારના બે બનાવો સામે આવ્યા છે. જેમાં દારૂ પીવા માટે રૂપિયા આપતા ફરિયાદીને માર મારવામા આવ્યો છે.શહેરના મેઘાણીનગર વિસ્તારમાં રહેતા મેહુલ પટ્ટણી સવારે ટેમ્પામાં લીલા નાળિયેર લઈને વેપાર કરવા માટે નીકળ્યા હતા. સાંજના સમયે તેમને સાબરમતી વલ્લભ પાર્ક પાસે આવેલા પેટ્રોલ પંપ પર ડીઝલ ભરાવી આગળ જતાં હતા તે દરમિયાન તેના બનેવીના ભાઈ વિષ્ણુ પટ્ટણી, તેનો મિત્ર લખન અને ગોટીયો મળ્યા હતા. વિષ્ણુ પટ્ટણીએ ફરિયાદી પાસે દારૂ પીવાના પૈસા માંગ્યા હતા.

               જોકે, ફરિયાદીએ ના પાડતા તેને રેલવે ટ્રેક પાસે લઈ ગયા હતા. જ્યાં વિષ્ણુએ 'તારે અમને દારૂ પીવાના પૈસા આપવા પડશે' તેમ કહીને ફરિયાદી સાથે ઝઘડો કરીને માર માર્યો હતો. બાદમાં ગોટીયાએ પણ ફરિયાદીને માર માર્યો હતો. વિષ્ણુએ છરી કાઢી ફરિયાદીના પીઠના ભાગે મારી દેતા ફરિયાદી તાત્કાલિક ત્યાંથી નાસી છૂટયો હતો. જે બાદમાં તેને હૉસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

(8:01 pm IST)