Gujarati News

Gujarati News

News of Friday, 25th September 2020

ભાજપનું રાજયાશ્રય ધરાવતા જામનગરના ' જયેશ' નું વિદેશથીબેરોકટોક માફિયા નેટવર્ક : અર્જુન મોઢવાડિયાના ગંભીર આક્ષેપ

સામાન્ય નાગરિકોને પાસામાં પૂરનાર સરકાર જયેશ રાણપરિયાનું નેટવર્ક તોડવામાં નિષ્ફળ

અમદાવાદ: ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ( GPCC )ના પૂર્વ પ્રમુખ અર્જુનભાઈ મોઢવાડિયાએ ભાજપ સરકારની નીતિરીતિ સામે ગંભીર સવાલ ઉઠાવી પ્રહાર કરાયા હતા મોઢવાડિયાએ કહ્યું હતું કે વિદેશની ધરતી પરથી વિના રોકટોક પોતાના મળતિયા દ્રારા જયેશ રાણપરીયા ઉર્ફે જયલો ખુલ્લેઆમ માફિયા નેટવર્ક ચલાવી રહ્યો છે. જયેશ રાણપરિયાનું નેટવર્ક તોડવામાં ભાજપ સરકાર નિષ્ફળ ગયું છે. છેલ્‍લા પાંચ વર્ષથી જામનગર શહેરમાં ભાજપના રાજ્યાશ્રય અને ચોક્કસ પોલીસ અધિકારીઓ અને રાજનેતાઓની સાંઠગાંઠથી સોપારી આપીને હત્યા કરાવનાર, અનેક વેપારીઓ, બિલ્‍ડરોની જમીનો પડાવી લેનાર જયેશ સામે 40થી વધુ ગંભીર ગુનાઓ નોંધાયેલા છે.

ભાજપ સરકારની ઝાટકણી કાઢતાં અર્જુન મોઢવાડિયાએ એક નિવેદનમાં જણાવ્‍યું હતું કે ગુજરાતમાં માસ્‍ક ન પહેરનાર સામાન્‍ય નાગરીક પોલીસ સામે કે રેવન્‍યુ અધિકારીઓ સામે રકજક કે દલીલો કરે તો તેમને પાસામાં પુરીને જેલમાં ધકેલી દેવાય છે. પરંતુ જામનગરના જયલાએ અનેક બિલ્‍ડરોની પોતાના મળતીયાઓ મારફત રૂ.150 કરોડ કરતાં વધારે કિમંતની જમીનના ખોટા દસ્‍તાવેજો બનાવી લીધાં છે. તેમનું નેટવર્ક બહાર લાવનાર વકિલની સોપારી આપીને હત્‍યા કરાવી છે, દાણચોરીથી વિદેશ રૂપિયાની સિગારેટનો મુદ્દામાલ પકડાયો તેમાં સંડોવાયો છે.

 ખોટા દસ્‍તાવેજોથી જમીનો પોતાના મળતિયાઓના નામે કરવાના કિસ્‍સાઓ તો જામનગરથી માંડીને સુરત સુધીના છે તેના દસ્‍તાવેજી પુરાવાઓ છે. સોપારી આપીને એક બિલ્‍ડરની હત્‍યા કરાવવાની કોશિશનો ગુનો તો થોડા અઠવાડિયા પહેલાં જ બનેલો છે. જયલો પોતાના મળતિયાઓ સાથે વિદેશમાં બેસીને ખુલ્‍લે આમ ટેલિફોનીક વાતો કરે છે અને વેપારીઓ બિલ્‍ડરોને ધમકીઓ આપીને સોદાઓ-સેટલમેન્‍ટ કરાવીને સમાંતર સરકાર ચલાવે છે.

(11:27 pm IST)
  • દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને અશ્લીલ ગીત ગાઈ રહેલા બતાવતો " ફેક " વિડિઓ વાઇરલ : 12 ફેબ્રુઆરીના રોજ દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં પોતાની પાર્ટી વિજેતા થતા અશ્લીલ ગીત ગાતા બતાવ્યા : દિલ્હી કોર્ટમાં દાવો દાખલ : મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટે પશ્ચિમ વિહાર પોલીસને એફ.આઈ .આર.દાખલ કરી રિપોર્ટ આપવાનો આદેશ કર્યો access_time 7:45 pm IST

  • યસ બેંકના રાણા કપૂરનો લંડન સ્થિત 127 કરોડ રૂપિયાનો ફ્લેટ ED દ્વારા જપ્ત : રાણા કપૂર આ ફ્લેટ વેચી નાખવાની તૈયારીમાં હોવાનું જાણવા મળતા તાત્કાલિક પગલું લીધું access_time 8:46 pm IST

  • ખાનગી શાળાઓનો ફીનો મુદ્દો હજુ અદ્ધરતાલ : વાલી મંડળે ૫૦%ની માંગણી કરી : શિક્ષણમંત્રીએ ૨૫%ની ફી માફીની દરખાસ્ત કરી : ફરી ૨૯મીએ શિક્ષણમંત્રી સાથે વાલીમંડળની બેઠક મળશે access_time 4:06 pm IST