Gujarati News

Gujarati News

News of Friday, 25th November 2022

ખેડા જિલ્લામાં સોસાયટીમાં અચાનક ગેસ પાઇપ લાઈન ફાટી જતા ભભૂકેલાં આગમાં ત્રણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત

ખેડા: ખેડા પાસે આવેલા માતર રોડ ઉપર જલારામ મંદિર પાસે આવેલી એક સોસાયટી માં  અચાનક ગેસ પાઈપ લાઈન ફાટી જતા ઘરમાં આગ ફાટી નીકળી હતી જેના કારણે ત્રણ વ્યક્તિ દાઝી ગયા હતા. 

સવારે ગેસ ની પાઈપ ફાટી જતા આખા ઘર માં આગ પ્રસરી ગઈ હતી જેના કારણે જનકભાઈ રતિલાલ કાછીયા પટેલ ઉ. વ. 45 તથા હિરલબેન જનકભાઈ કા. પટેલ ઉ. વ.38 અને માનવ જનકભાઈ કા. પટેલ ઉ. વ. 20 આગ ની લપેટ માં આવી જતા દાઝી ગયા હતા તેમને તાત્કાલિક ખેડા સિવિલ માં ખસેડાયા હતા ત્યાં પ્રાથમિક સારવાર પછી જનકભાઈ અને હિરલબેન ને અમદાવાદ વધુ સારવાર માટે ખસેડાયા હતા. ઘટના ની જાણ થતા ખેડા નગર પાલિકા ના ફાયરફાઈટર ના ડ્રાઇવર જગદીશ રાઠોડ લાયબબ્બા સાથે દોડી આવ્યા હતા તથા આગ ઓલવી હતી. બનાવ ના સ્થળે મોટી સંખ્યા માં નાગરિકો ઉમટી પડયા હતા. અન્ય યુવાનો દ્વારા પણ આગ ઓલાવવામાં મદદગારી કરી હતી.

(6:30 pm IST)