Gujarati News

Gujarati News

News of Friday, 26th March 2021

રાજપીપળા પાલિકા પ્રમુખે સત્તા સંભાળતા જ મોબાઈલ ટાવર તથા વેરાની લાખો રૂ.ની વસુલાત કરાવતા પાલિકાની આર્થિક સ્થિતિ સુધરી

પાલીકા પ્રમુખ અને મુખ્ય અધિકારી એ બાકી લેણા બાબતે કડક કાર્યવાહી કરવા સૂચના આપતા પાલીકા ટીમોએ 7 મિલકતો સિલ સહિતની કાર્યવાહી કરાઈ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા નગરપાલિકા યુવા પ્રમુખ કુલદીપસિંહ ગોહિલે પ્રમુખ પદ સંભાળતા જ પાલિકાની આર્થિક સ્થિતિ સુધારવા કમર કસી છે જેમાં ઘણા સમયથી મોબાઈલ ટાવરો અને મિલકત વેરાની લાખો રૂપિયાની રકમ બાકી હોય તે બાબતે મુખ્ય અધિકારી પરાક્રમસિંહ મકવાણા સાથે વાટાઘાટ કરી રિકવરી કરતી પાલીકા ટીમોને બાકી લેણા બાબતે કડક કાર્યવાહી કરવા સૂચના આપતા પાલીકા ટીમોએ સાત મિલકતો સિલ સહિતની કડક કાર્યવાહી કરતા અન્ય બકીદારોમાં ફફડાટ ફેલાયો હતો જેથી જોતજોતામાં લોકો ફટાફટ વેરો તથા મોબાઈલ ટાવરોનું બાકી ભાડું ભરપાઈ કરી જતા પાલીકાની આર્થિક સ્થતીમાં ઘણો સુધારો થયો હતો.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ મોબાઈલ ટાવરોના લાંબા સમયથી બાકી લેણામાં કુલ રૂ.૧૨ લાખથી વધુની રકમ પાલીકાએ વસૂલી છે ત્યારે એજ રીતે મિલકતો સિલ મારતા લાખો રૂપિયાની વેરા વસુલાત પણ થઈ હોય આમ પાલિકાની આર્થિક સ્થિતિમાં ઘણો સુધારો થયો છે.
આવનારા દિવસોમાં પાલિકાની આર્થિક સ્થિતિ વધુ સુધરે તેમજ શહેરમાં લાંબા સમયથી સફાઈ, પાણી સહિતની સમસ્યા બાબતે પણ અમે એક્ષન પ્લાન બનાવી દરેક બાબતેની પાયાની સુવિધા યોગ્ય રીતે વેરો ભરતી પ્રજા ને મળે તેવું આયોજન કરી રહ્યા છે તેમ કુલદીપસિંહએ  જણાવ્યું હતું.

(10:12 pm IST)