Gujarati News

Gujarati News

News of Friday, 26th March 2021

ગરૂડેશ્વર તાલુકાના વાઘડીયા ગામે સૂર્યકુંડના નાળા નીચેથી ત્રણ સીસીટીવી કેમેરાની ચોરી:સીસીટીવી ફુટેજમાં ચોરો દેખાયા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા  :ગરૂડેશ્વર તાલુકાના વાઘડીયા ગામે સૂર્યકુંડના નાળા નીચેથી સીસીટીવી કેમેરાની ચોરી થતા અજાણ્યા ચોરો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે .
 પ્રાપ્ત માહિતી અનુસાર તારીખ ૨૨/૦૩/૨૦૨૧ના રોજ રાત્રિના સમયે રિવર રાફ્ટિંગની બે કેબીનની ઉપરના ભાગે લગાડેલા સીસીટીવી ના ફૂટેજમાં બે થી ત્રણ અજાણ્યા શખ્શો સીસીટીવી કેમેરા કાપતા જણાય આવેલ તેઓ જ આ સીસીટીવી કેમેરા ની ચોરી કરી લઇ ગયેલ છે જે એક સીસીટીવી કેમેરાની કિંમત રૂ. ૩૧૦૦ લેખે કુલ ત્રણ સીસીટીવી કેમેરાની કિંમત રૂ. ૯૩૦૦ની કોઈ અજાણ્યા ચોરએ ચોરી કરી લઈ જઇ ગુનો કરતા કેવડીયા પોલીસ સ્ટેશનમાં અજયભાઈ રણછોડભાઈ ચૌહાણની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(10:43 pm IST)