Gujarati News

Gujarati News

News of Friday, 26th March 2021

અમદાવાદમાં નવા 20 વિસ્તારોને માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં મુકાયા : 5 વિસ્તારોને માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાંથી હટાવ્યા

અમદાવાદ કોર્પોરેશન દ્વારા કુલ 228 માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરાયા

અમદાવાદઃ કોરોનાનો ખતરો પાછો વધી રહ્યો છે રાજ્યમાં આજે નોવેલ કોરોનાના 1961 કેસ નોંધાયા હતા, જેમાં અમદાવાદમાં જ 551 કેસ સામે આવ્યાં છે સારવાર લઇ રહેલા વધુ એક દર્દીનું મોત થઇ ગયું છે. શહેરમાં કોરોનાના કેસનો રાફડો ફાટ્યો છે કોર્પોરેશન દ્વારા કુલ 228 માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરાયા છે. આજે 5 વિસ્તારોને માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાંથી બાકાત કરાયા છે અને નવા 20 વિસ્તારોમાં કોરોનાના કેસ વધતા આ વિસ્તારોને પણ માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરાયા છે. આ વિસ્તારોની સોસાયટીમાં રહેતા લોકોએ પણ સાવચેત થઇ જવાની જરૂર છે. માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન દરેક નાગરિકે કરવું જોઇએ, કારણ કે શહેરમાં કોરોનાનો ખતરો વધી રહ્યો છે.

આરોગ્ય વિભાગના આંકડાઓ મુજબ ગુજરાતમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાના વધુ નવા 1961 કેસ સામે આવ્યાં છે 7 લોકોના મોત થતા કુલ મૃત્યુઆંક 4473 એ પહોંચ્યો છે અત્યાર સુધીમાં કુલ 1,90,720 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે હાલમાં કુલ એક્ટિવ કેસ 9372 એ પહોંચ્યા છે અને 81 દર્દીઓ વેન્ટીલેટર પર છે 9291 દર્દીઓ સ્ટેબલ છે.

(10:47 pm IST)