Gujarati News

Gujarati News

News of Friday, 26th March 2021

ચિત્રાવાડી સીમમા જુગાર રમતા ૭ જુગારીયાઓને રૂ .૬૬,૯૨૦ના મુદામાલ સાથે ઝડપી લેતી એલ.સી.બી., નર્મદા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા :  નર્મદા પોલીસ વડા હિમકર સિંહ એ જીલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃતિને ડામી દેવા તેમજ પ્રોહી.,જુગારની પ્રવૃતિને નાબુદ કરવાની કડક સુચના અને માર્ગદર્શનના પગલે એ.એમ.પટેલ પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી.ના સુપરવિઝન હેઠળ જીલ્લાના પ્રોહી / જુગારની ગેરકાયદેસર બદી નાબુદ કરવા વોચ તેમજ બાતમી મેળવવાની સુચના મુજબ બાતમી મળતા ચિત્રાવાડી સીમમાં કોતરમાં કેટલાંક લોકો હાર જીતનો જુગાર રમી રહેલ હોવાની ચોક્કસ બાતમીવાળી જગ્યા ઉપર એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસો સાથે જુગાર અંગેની રેઇડ કરતા સાત જુગરિયાઓ પૈકી ( ૧ ) પ્રવિણ પુજાભાઇ વસાવા( રહે . દેશમુખ ફળીયા રાજપીપળા) ( ૨ ) શૈલેષ જેઠાભાઇ વસાવા (રહે . ટેકરા ફળીયા, જપીપળા) ( 3 )રાજુ કિશોરસિંહ ચૌહાણ (રહે. ચુનારવાડ રાજપીપળા) ( ૪ ) દિલીપ રામસીંગ વાઘરી(રહે . દશામાતા મંદિર પાસે રાજપીપળા) ( ૫ ) રમેશ છીતુ ભાઇ વાઘરી (રહે . દશામાતાના મંદિર પાછળ,રાજપીપળા) ( ૬ ) દાદુ શરદભાઇ વસાવા (રહે.દેશમુખ ફળીયુ રાજપીપળા) ( ૭ ) મુકેશ નટવરભાઇ બારીયા (રહે . કાછીયાવાડ રાજપીપળા )ને ઝડપી પાડી તેમની પાસેથી જુગારના તથા અંગઝડતીના મળી રોકડ રૂ.૧૧,૪૨૦  તથા મોબાઇલ નંગ -૨ કિ.રૂ. ૫,૫૦૦ તથા મો.સા.-૪ કિ.રૂ. ૫૦,૦૦૦ મળી કુલ્લે કિ.રૂ. ૧૬,૯૨૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી તેમના વિરૂધ્ધ રાજપીપળા પો.સ્ટે.માં ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

(10:54 pm IST)