Gujarati News

Gujarati News

News of Friday, 26th March 2021

રાજપીપળા શહેરમાં ખાણી પીણીના વેપારીઓ ઉપર લગામ જરૂરી : ૭ વર્ષ જૂની બનાવટની કોલડ્રિન્કસની બોટલ ગ્રાહકને પધરાવતો વેપારી

રાજપીપળામાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગના અધિકારીઓ પોતાની જવાબદારી ક્યારે સંભાળશે..?કેટલાક વેપારીઓ ભેળસેળ યુક્ત કે વાસી વસ્તુઓ વેંચતા હોવા છતાં કોઈ રોકટોક નહીં..?

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા શહેરના આશાપુરી વિસ્તારના એક વેપારીએ સ્થાનિક ગ્રાહક જનકભાઈ મોદીને સાત વર્ષ જૂની કોલડ્રિન્કની બોટલ વેંચતા જવાબદાર તંત્ર પર અનેક સવલો ઉભા થયા છે.આ ગ્રાહકે કોલડ્રિન્કની બોટલ તોડી પીણું પિતા અંદરનું પીણું બેસ્વાદ લાગતા ગ્રાહકે ઉપર લખેલી તારીખ વાંચી તો 15.3.2014 બનાવટની તારીખ જોતાં સાત વર્ષ જૂનું પીણું વેપારીએ પધરાવ્યું હોવાનું માલમ પડ્યું હતું.ત્યારે રાજપીપળા શહેરમાં ઘણી ખાવા પીવાની વસ્તુઓ મિલાવટ યુક્ત કે વાસી વેચાણ થતી હોવા છતાં તંત્ર દ્વારા આ બાબતે કોઈજ કાળજી ન લેવાતા હાલ કોરોનાના વધતા કેસો સાથે અન્ય રોગચાળો વકરે તેમ લાગી રહ્યું છે, ફૂડ એન્ડ ડ્રગ વિભાગ કે પાલીકા,આરોગ્ય વિભાગના અધિકારીઓ સમયાંતરે આકસ્મિક તપાસ કરે તેવી લોકમાંગ ઉઠી છે.

(11:08 pm IST)