Gujarati News

Gujarati News

News of Friday, 26th March 2021

રાજ્યમાં એક જ દિવસમાં 81,976 કોરોના ટેસ્ટ કરાયા પોઝીટીવીટી રેટ ૨.૩૯ ટકા : અન્ય રાજયોની સાપેક્ષમાં ઘણો નીચો

રાજ્ય દ્વારા ટેસ્ટ, ટ્રેડ અને ટ્રીટમેન્ટની માર્ગદર્શિકાનું અનુસરણ: વધુમાં વધુ ટેસ્ટ કરી, વહેલી તકે નિદાન થાય અને વહેલી સારવાર થાય એવી કામગીરી

અમદાવાદ : કોરોનાની મહામારીમાં રાજ્ય દ્વારા ટેસ્ટ, ટ્રેડ અને ટ્રીટમેન્ટની માર્ગદર્શિકાને અનુસા૨વામાં આવે છે. આ માટે રાજય સતત વધુમાં વધુ ટેસ્ટ થાય, પોઝીટીવ વ્યકિતઓના સંપર્કમાં આવેલા વધુમાં વધુ લોકોને ટ્રેક કરવામાં આવે અને જેઓ પોઝીટીવ આવ્યા હોય તેમને પુરતી સારવાર મળી રહે તેવી કામગીરી કરવામાં આવે છે. આ કામગીરી ભાગરૂપે રાજય સરકારે દ્વારા હાલમાં વધતા જતા, કેસોને ધ્યાને લઈને ટે૨નું પ્રમાણ સતત વધારી રહી છે. જેના ભાગરૂપે આજે સમગ્ર રાજયમાં ૮૧,૯૭૬ ટેસ્ટ કરવામાં આવ્યા. આ પૈકી ૧૯૬૧ વ્યકિતઓ પોઝીટીવ આવેલ છે, એટલે પોઝીટીવીટી રેટ ૨.૩૯ ટકા જોવા મળેલ છે. જે અન્ય રાજયોની સાપેક્ષમાં ઘણો નીચો છે. આમ રાજય સરકાર વધુમાં વધુ ટેસ્ટ કરી, વહેલી તકે નિદાન થાય અને વહેલી સારવાર થાય એવી કામગીરી કરી રહી છે.

(11:34 pm IST)