Gujarati News

Gujarati News

News of Friday, 26th March 2021

કાલથી દમણ , દીવ અને દાદરા નગરમાં રાત્રી કર્ફ્યુ લાગુ : કોરોના સંક્રમણ વધતા લેવાયો કર્ફ્યૂનો નિર્ણય

કાલથી રાત્રિના 10થી સવારના 5 વાગ્યા સુધી કરફ્યૂ લાગુ : દમણમાં 12 કેસ અને દાદરા નગર હવેલીમાં 14 કેસ નોંધાતા નિર્ણય લેવાયો

અમદાવાદ : રાજ્યના મહાનગરોમાં રાત્રિ કરફ્યૂના સમયમાં વધારો કરવામાં આવ્યો છે. ત્યારે દમણ, દીવ અને દાદરા નગર હવેલીમાં રાત્રિ કરફ્યૂ લગાવવામાં આવ્યું છે. કાલથી રાત્રિના 10થી સવારના 5 વાગ્યા સુધી કરફ્યૂ લગાવવામાં આવ્યો છે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે કોરોના સંક્રમણ વધતા સંઘ પ્રદેશમાં કર્ફ્યૂનો નિર્ણય લેવાયો છે. જેથી રાત્રી કર્ફ્યૂનો જે પણ ઉલ્લંઘન કરશે તેની સામે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવશે. આવતીકાલે 26 માર્ચથી રાત્રીના 10થી 5 કલાક સુધી નાઈટ curfewનો આદેશ અપાયો છે. દમણ, દીવ અને દાદરા નગર હવેલીમાં આવતીકાલે 26 માર્ચથી રાત્રિના 10થી 5 કલાક સુધી નાઈટ કર્ફ્યુનો  આદેશ અપાતા લોકો સચેત બની ગયા છે.

અત્રે નોંધનીય છે કે, આજરોજ દમણમાં 12 કેસ અને દાદરા નગર હવેલીમાં 14 કેસ નોંધાતા આ નિર્ણય લેવાયો છે. રાત્રી કરફ્યુનો ઉલ્લંઘન કરનારા ચેતજો. પોલીસ દ્વારા કડક પગલાં લેવાશે.

(9:14 am IST)