Gujarati News

Gujarati News

News of Friday, 26th March 2021

પાકિસ્તાનની જેલમાં બંધ છે ગુજરાતના 345 માછીમારો, વિધાનસભામાં રજૂ કરાયો જવાબ

માછીમારોને મુક્ત કરવા માટે પ્રયાસો; જરૂરી પુરાવા ગૃહ મંત્રાલય સમક્ષ રજૂ કર્યા છે.

ગાંધીનગર :ગુજરાત સરકારે વિધાનસભામાં જણાવ્યું હતું કે રાજ્યના 345 માછીમારો પાડોશી દેશ પાકિસ્તાનની જેલમાં બંધ છે, જેમાંથી છેલ્લા બે વર્ષમાં 248 માછીમારો પકડાયા છે. રાજ્યના મત્સ્ય ઉદ્યોગ મંત્રાલય જવાહર ચાવડાએ પોતાના લેખિત જવાબમાં આ વાત કરી હતી.

મંત્રી જવાહર ચાવડાએ જણાવ્યું હતું કે 31 ડિસેમ્બર, 2020 સુધી ગુજરાતના 345 માછીમારો પાકિસ્તાની જેલમાં બંધ છે. જેમાંથી છેલ્લા બે વર્ષમાં 248 માછીમારો ઝડપાયા છે. વર્ષ 2019 માં 85 અને વર્ષ 2020 માં 163 માછીમારો પકડાયા હતા

 . મંત્રીએ કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારના પ્રશ્નના જવાબમાં આ કહ્યું હતું. તેમણે કહ્યું કે સરકાર આ માછીમારોને મુક્ત કરવા માટે પ્રયાસો કરી રહી છે અને જરૂરી પુરાવા ગૃહ મંત્રાલય સમક્ષ રજૂ કર્યા છે.

(1:35 pm IST)