Gujarati News

Gujarati News

News of Friday, 26th March 2021

અમદાવાદના દરોડામાં અસામાજીક તત્ત્વોનો આતંકઃ જ્‍વેલર્સની દુકાનમાં ઘુસીને લાકડી અને હથિયારોથી આડેધડ તોડફોડઃ સીસીટીવી ફૂટેજના આધારે શોધખોળ

અમદાવાદ: શહેરમાં ફરી એક વખત અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો છે. કૃષ્ણનગર ચાર રસ્તા પાસે આવેલા એક જ્વેલર્સમાં આઠ થી દસ અસામાજિક તત્વો લાકડી ઓ સાથે ઘુસી આવ્યા હતા અને તોડ ફોડ કરી આતંક મચાવ્યો. ગુજરાતમાં અસામાજિક તત્વોનો આતંક વધી રહ્યો છે. અંગત અદાવત કે કોઈ અન્ય કારણે તોડફોડ, જાહેરમાં હુમલાઓ, માર મારવો જેવી ઘટનાઓ છાસવારે બનતી હોય છે. ત્યારે આવો જ એક કિસ્સો અમદાવાદના કૃષ્ણનગર ચાર રસ્તા પાસે બન્યો. જ્યોતિ જ્વેલર્સમાં કેટલાક અસામાજિક તત્વો લાકડી અને અન્ય હથિયાર લઈને ઘૂસ્યા હતા અને આડેધડ તોડફોટ કરી હતી. જોકે,આ અંગે જ્વેલર્સ માલિકે તરત પોલીસને જાણ કરી હતી. જેના પગલે પોલીસ ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથધરી હતી. તોડફોડની સમગ્ર ઘટના જ્વેલર્સમાં લગાવેલા સીસીટીવીમાં કેદ થઈ હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર  અસામાજિક તત્ત્વોએ મોઢે રૂમાલ બાંધીને જ્યોતિ ગોલ્ડ પેલેસ માં ઘુસી ગયા હતા અને આતંક મચાવ્યો હતો. અને ભારે નુકસાન પહોંચાડ્યું હતું. એટલું જ નહીં ત્રણ કર્મચારીઓને માર પણ માર્યો હતો. માનવમાં આવી રહ્યું છે અંગત અડાવતની દાઝ રાખી  આ ગેંગ યુવકને મારવા માટે જવેલર્સમાં ઘૂસ્યા હતા. ધ્રુવ છેલ્લા ત્રણ વર્ષથી આ જ્વેલર્સમાં નોકરી કરે છે.

સદનસીબે કોઈ હુમલામાં કોઈને જાનહાનિ પોહચી નથી. જોકે ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટનાસ્થળે તપાસ શરૂ કરી   જ્વેલર્સમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં સમગ્ર ઘટના કેદ થઈ હતી. પોલીસે સીસીટીવીના આધારે આરોપીઓની ઓળખ સહિતની આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે. તમામને ઝડપી લેવા માટે કાર્યવાહી હાથ ધરી છે.

(5:10 pm IST)