Gujarati News

Gujarati News

News of Friday, 26th March 2021

અમદાવાદ:રેતી,કપચી સહીત માટીની બેફામ ચોરી કરનાર ખનીજ માફિયાઓ સાથે અધિકારીઓની મીલીભગત હોવાની માહિતીથી કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી

અમદાવાદ : ગુજરાતમાં રેતી,કપચી અને માટી સહિત ખનીજની બેફામ રીતે ચોરી થઇ રહી છે. ભ્રષ્ટ અિધકારીઓની ખનિજ માફિયાઓ સાથેની મિલીભગતને કારણે ખનિજ ચોરીનું દુષણ વકર્યુ છે જેના કારણે સરકારી તિજોરીને નુકશાન થઇ રહ્યુ છે.

ગુજરાત વિધાનસભામાં ખુદ સરકારે વાતનો સ્વિકાર કર્યો છેકે, છેલ્લાં બે વર્ષમાં રેતી,માટી અને કપચી ભરેલાં 25,149 ડમ્પરો ઝડપાયાં છે. આંકડા સાબિત કરે છેકે, ગુજરાતમાં કેટલી હદે ખનિજ ચોરી થઇ રહી છે. હવે ખાણ ખનિજ વિભાગની કામગીરી પણ શંકાના દાયરામાં આવી છે.

ભ્રષ્ટ અિધકારીઓ અને ખનિજ માફિયાઓ વચ્ચેના ઇલુ ઇલુને કારણે સરકારી તિજોરીને નુકશાન પહોંચી રહ્યુ છે જ્યારે હપ્તાખોર અિધકારીઓની તિજોરી ભરાઇ રહી છે. વિધાનસભામાં ખાણ ખનિજ વિભાગે સ્વિકાર્યુ છેકે, વર્ષ 2019માં રેતી,કપચી અને માટી ભરેલાં કુલ 15152 ઓવરલોડ ડમ્પરો ઝડપાયાં હતા જયારે વર્ષ   2020માં 9997 ઓવરલોડ ડમ્પરો ઝડપાયા હતાં.

(5:25 pm IST)