Gujarati News

Gujarati News

News of Friday, 26th March 2021

વડોદરાના કરજણ તાલુકામાં અટાલી ગામે ખેતર માલિકે મજૂરીની રકમ ન ચુકવતા મજુરે ઝેરી દવા ગટગટાવી આત્મહત્યા કરી લેતા ચકચાર

વડોદરા : શહેરમાં કરજણ તાલુકાના અટાલી ગામે ખેતર માલિકે મજૂરીની રકમ નહી આપતા મજૂરે ખેતરમાં ઝેરી દવા પી આત્મહત્યાની કોશિષ કરી હતી.

અંગેની વિગત એવી છે કે ૪૨ વર્ષનો કનુ મનુભાઇ પાવા અટાલી ગામમાં રહેતા અમિત પટેલના ખેતરમાં મજૂરી કરે છે અને જરૃરિયાત પૂરતી રકમ માલિક પાસેથી લેતો હતો જ્યારે બાકીની રકમ પુત્ર તુષારના લગ્નમાં કામ લાગશે ત્યારે માંગીશ તેવું વિચારીને માંગણઈ કરતો હતો. દરમિયાન કનુ પાવાએ પુત્રનુ લગ્ન નક્કી કરતા માલિક પાસે બાકી નીકળતા હિસાબની રકમ રૃા.૧૨.૯૬ લાખ માંગતા માલિકે આપી હતી.

કનુ પાવા અમિત પટેલના મકાનમાં રહેતો હતો જેથી હવે તે મકાન પણ ખાલી કરાવી દેશે તો પુત્ર અને તેની ભાવિ પત્ની ક્યાં રહેશે તેવી ચિંતામાં કનુ પાવાએ ખેતરમાં ઝેરી જંતુનાશક દવા પી લીધી હતી. તેને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડાયો છે. અંગે પોલીસે પણ તપાસ શરૃ કરી છે.

(5:27 pm IST)