Gujarati News

Gujarati News

News of Friday, 26th March 2021

રાજયની 3,065 ખાનગી પ્રાથમિક શાળાઓમાં 7,098 માન્ય લાયકાત વિનાના શિક્ષકો નિમણૂંક પામ્યા હોવાનો ઘટસ્ફોટ

આવા શિક્ષકોને તાત્કાલિક દૂર કરવાના આદેશો કરવા કોંગ્રેસની માંગ

અમદાવાદ : રાજયની 3,065 ખાનગી પ્રાથમિક શાળાઓમાં 7,098 માન્ય લાયકાત વિનાના શિક્ષકો નિમણૂંક પામ્યા હોવાનો ઘટસ્ફોટ આજે વિધાનસભામાં થવા પામ્યો છે. વળી પાછું આ શિક્ષકો વિદ્યાર્થીઓને શિક્ષણ પુરું પાડી રહ્યાં છે. માન્ય લાયકાત વિનાના શિક્ષકો સૌથી વધુ અમદાવાદમાં 2361 છે. જયારે કચ્છમાં 686, સુરતમાં 609 અને રાજકોટમાં 508 શિક્ષકો છે. આવા શિક્ષકોને તાત્કાલિક દૂર કરવાના આદેશ સરકારે કરવાના બદલે કાર્યવાહી હાથ ધરવાની વાતો કરી છે. તે જ રાજય સરકારનો ખાનગી શાળાઓ પરત્વેની ઢીલી નીતિ દેખાતી હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે.

 કોંગ્રેસના ધારાસભ્યોએ રાજયની ખાનગી પ્રાથમિક શાળાઓમાં લાયકાત વગરના કેટલાં શિક્ષકો છે તે અંગેના પ્રશ્નો વિધાનસભાની તારાંકિત પ્રશ્નોત્તરીમાં કર્યા હતા. જેનો શિક્ષણ મંત્રી દ્વારા આપવામાં આવેલા જવાબમાં ઉક્ત બાબતનો ધડાકો થયો છે. કોંગ્રેસે રાજયના કયા જિલ્લાની કેટલી શાળાઓમાં કેટલાં માન્ય લાયકાત વગરના શિક્ષકો નિમણૂંક પામ્યા છે તેની હકીકતો જાહેર કરી છે

કોંગ્રેસે વધુમાં એવો પણ આક્ષેપ કર્યો છે કે, ખાનગી શાળા સંચાલકોને શિક્ષણ મંત્રી કે મુખ્યમંત્રીનો ડર ના હોય તે આના પરથી ફલિત થાય છે. સૈથી મહત્વની વાત તો એ છે કે, 33 જિલ્લાઓ પૈકી 22 જિલ્લામાં આ લાયકાત વગરના શિક્ષકોની નિમણૂંકો ખાનગી પ્રાથમિક શાળાઓમાં થયેલી છે. પરંતુ રાજયના 11 જિલ્લા જેવાં કે આદિજાતિ વસ્તી ધરાવતાં તાપી, નવસારી, વલસાડ, અરવલ્લી, મહીસાગર, નર્મદા, ડાંગ, દાહોદ અને છોટા ઉદેપુર અને પોરબંદર જિલ્લામાં લાયકાત ન ધરાવતાં હોય તેવા એક પણ શિક્ષક નથી

 

જિલ્લો           પ્રાથમિક શાળાઓની સંખ્યા માન્ય લાયકાત વિના નિમણૂંક પામેલા શિક્ષકોની સંખ્યા
     
અમદાવાદ 1161 2361
     
કચ્છ 255 686
     
સુરત 287 609
     
રાજકોટ 156 508
     
સુરેન્દ્રનગર 142 475
     
અમરેલી 107 319
     
બનાસકાંઠા 148 287
     
ગીર સોમનાથ 102 280
     
જૂનાગઢ 168 264
     
ભાવનગર 145 195
     
મોરબી 45 179
     
વડોદરા 62 164
     
ખેડા 63 158
     
પંચમહાલ 22 129
     
ગાંધીનગર 48 128
     
સાબરકાંઠા 41 93
     
મહેસાણા 32 76
     
ભરૂચ 29 73
     
પાટણ 18 45
     
દેવભૂમિ દ્વારકા 11 31
     
જામનગર 15 29
     
આણંદ 8 9
(6:45 pm IST)