Gujarati News

Gujarati News

News of Friday, 26th March 2021

રાજપીપળામાં કોરોનાના કેસ વધતા પોલીસ દ્વારા માસ્ક બાબતે દંડનીય કાર્યવાહી :ટાઉન પો.સ્ટે.ની બાજુની બેંક માંજ જાહેરનામાના ધજાગરા

બે દિવસથી રાજપીપળા પોલીસ દ્વારા માસ્ક બાબતે કડક દંડનીય કાર્યવાહી કરાતા લોકોમાં રોષ કાયદો આમ જનતા માટેજ લાગુ પડે છે..?

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : હાલમાં રાજપીપળા સહિત નર્મદા જિલ્લામાં કોરોનાના કેસ એ ભારે ગતિ પકડી છે માટે સરકારી જાહેરનામા મુજબ પોલીસે પણ માસ્ક સહિતના કોવિડના નિયમોનું પાલન કરાવવા રાજપીપળા માં બે દિવસથી દંડનીય કાર્યવાહી શરૂ કરી છે જેમાં  કેટલાક લોકો સાથે પોલીસને ઘર્ષણ પણ થયું હતું.
  જોકે આજે સવારે રાજપીપળા પો.સ્ટ.ને અડીને આવેલી બેંક ઓફ બરોડાની શાખામાં સોસીયલ ડિસ્ટન્સના લીરા ઉડતા નજરે પડતા સ્થાનિક લોકોએ રોષ વ્યકત કરતા જણાવ્યું કે કાયદો ફક્ત આમ જનતા માટે જ બન્યો છે,બેંક કે અન્ય સંસ્થાઓમાં કોવિડ જાહેરનામા બાબતે કોઇ પાલન કરતું નથી તો તંત્ર એમની પાસે કેમ દંડ વસુલતું નથી.જોકે અમુક બેંક માં માસ્ક,સોસીયલ ડિસ્ટન્સ બાબતે કોઈજ પાલન થતું ન હોય ત્યારે તંત્ર એ આવી જગ્યાઓ પર પણ કાયદાનો કડક અમલ કરવો જરૂરી છે.

(10:41 pm IST)