Gujarati News

Gujarati News

News of Friday, 26th March 2021

કેવડીયામાં સીસીટીવી કેમેરા ચોરોને ગણત્રીના કલાકોમાં ઝડપી પાડતી એલ.સી.બી.નર્મદા

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : હિમકર સિંહ , પોલીસ અધિક્ષક નર્મદાએ જીલ્લામાં અનડીટેક્ટ ગુનાઓ ડીટેક્ટ કરવા પરિણામલક્ષી કામગીરી કરવાના સુચના પગલે એ.એમ.પટેલ,પોલીસ ઇન્સ્પેક્ટર , એલ.સી.બી તથા એલ.સી.બી. સ્ટાફના માણસો દ્વારા કેવડીયા પો.સ્ટે.વિસ્તારમાં રીવર રાફ્ટીંગના એક્ઝીટ પોઇન્ટ ઉપર ના કેબીન પર લાગેલા ત્રણ સીસીટીવી કેમેરા ચોરી થયેલાની ફરીયાદ તા .૨૪  માર્ચે કેવડીયા પો.સ્ટે.માં કરવામાં આવેલ જે ગુનાની તપાસ કરતા સ્થાનીક બાતમીદારો તેમજ ટેક્નીકલ સર્વેલન્સ આધારે આ ગુનાના આરોપી ( ૧ ) હિરેનભાઇ રસીકભાઇ તડવી રહે . વાગડીયા તા.ગરૂડેશ્વર ( ૨ ) જયદિપભાઇ રાજેશભાઇ તડવી રહે.વાગડીયા તા.ગરૂડેશ્વર તથા ( ૩ ) કાયદાના સંધર્ષમાં આવેલ કિશોર નાનો હોવાનું જણાઇ આવતા આ બંન્ને આરોપીઓને ઝડપી આ ગુનાના કામે વિશેષ પુછપરછ કરતા તેઓએ આ સીસીટીવી કેમેરા ચોરી કરેલ હોવાની કબુલાત કરતા ગુનાના કામે ઉપરોક્ત બંન્ને આરોપીઓને કેવડીયા પો.સ્ટે.માં સોંપી વધુ તપાસ હાથ ધરી છે.

(10:53 pm IST)