Gujarati News

Gujarati News

News of Monday, 26th September 2022

અમિતભાઇ અમદાવાદમાં : શહેર જિલ્લામાં ભરચક્ક કાર્યક્રમો

રાજકોટ તા. ર૬ : કેન્‍દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઇ શાહ આજે અમદાવાદમાં શહેર-જિલ્લામાં એક દિવસમાં તેમના ૬ કાર્યક્રમો યોજાયેલ છે સવારે ભાડજ ઓવરબ્રિજ લોકાર્પણ, વિરોચનનગર પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્ર લોકાર્પણ મેલડી માતાજી મંદિર દર્શન તેમજ ઇ.એસ.આઇ.સી.સંચાલીત હોસ્‍પિટલનું ખાતમૂહુર્ત કાર્યક્રમ યોજાયેલ

બપોર પછીના બન્‍ને કાર્યક્રમ નીચે મુજબ છે

ખેડુતોનું સંમેલન સમય બપોરે ૧.૪પ કલાકે સ્‍થળઃ એપીએમસી બાવળ એએમસી દ્વારા નવનિર્મિત સૌથ વેસ્‍ટ ઝોનની કચેરીનું લોકાર્પણ, ર૧૪૦ ઇડબલ્‍યુએસ આવાસો અને શકરી તળાવના નવીનીકરણ કાર્યનું ખાતમૂહુર્ત સમયઃ બપોરે ૩.૧પ કલાકે સ્‍થળઃ શેલ્‍બી હોસ્‍પિટલ પાસે, અમદાવાદ 

(1:21 pm IST)