Gujarati News

Gujarati News

News of Saturday, 27th May 2023

વડોદરા:ધો.10માં સતત બીજી વખત નાપાસ થતા વિદ્યાર્થિનીએ ફાસો ખાઈ મોતનેવહાલુ કરી લેતા અરેરાટી મચી જવા પામી

વડોદરા: ધો.૧૦ માં બીજી વખત નાપાસ થતા વિદ્યાર્થિનીએ પોતાના ઘરે ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો.જે અંગે વાડી  પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ,શહેરના ડભોઇ રોડ વિસ્તારમાં રહેતી ૧૬ વર્ષની કિશોરી ધો.૧૦ માં અભ્યાસ કરે છે.ગત વર્ષે તે ધો.૧૦ ની પરીક્ષામાં ત્રણ વિષયમાં નાપાસ થઇ હતી.આ વર્ષે તેણે ત્રણ વિષયની પરીક્ષા ફરીથી આપી હતી.અને ત્રણમાંથી બે વિષયમાં તે ફરીથી નાપાસ થઇ હતી.જેના પગલે તે હતાશ થઇ ગઇ હતી.તેના પિતાએ ફરીથી પરીક્ષા આપજે.તેવી સાંત્વના પણ આપી હતી.

માતા - પિતા મજૂરી કામ માટે ગયા હતા.સાંજે તેઓ ઘરે પરત આવ્યા ત્યારે ઘરનો દરવાજો અંદરથી બંધ  હતો.જેથી,દરવાજો તોડી નાંખ્યો હતો.અંદર જોયું તો તેમની પુત્રીએ ફાંસો ખાઇ લીધો હતો.જે અંગે પોલીસને જાણ કરવામાં આવતા વાડી પોલીસ સ્ટેશનના એ.એસ.આઇ. મનુભાઇએ સ્થળ પર જઇને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.પરીક્ષામાં નાપાસ થતા તેને લાગી આવતા તેણે આપઘાત કર્યો હોવાની શક્યતા પરિવારજનોએ પોલીસને  જણાવી હતી.

(6:12 pm IST)